સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ચોપર માં આદુ લસણ અને ગાજર અને લીલું મરચું નાખી ને ચોપ કરી લો.
- 2
હવે એક કડાઈમાં બટર નાખી ગરમ કરો અને ચોપ કરેલી સામગ્રી નાખી એને સાંતળો.
- 3
હવે એમાં અમેરિકન મકાઈ નાં દાણા નાખો અને થોડા દાણા ને ચોપર માં ચોપ કરી એ મિશ્રણ ને પણ બધી સામગ્રી માં નાખો હવે. અને પાંચ મિનિટ સુધી સાંતળો.
- 4
હવે એક બાઉલ મા પાણી લઈ એમાં મેંદો નાંખી એની સ્લરી બનાઇ ને એડ કરો.. જેટલું ઘટ્ટ રાખવું હોય એટલું જ પાણી નાખી બધું બરાબર મિક્સ કરી એને ઉકળવા દો.
- 5
હવે એમાં મારી પાઉડર, મીઠું, અને ખાંડ નાખી બરાબર મિક્સ કરી પાંચ મિનિટ થવા દો.
- 6
પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ગરમા ગરમ સૂપ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14495461

















ટિપ્પણીઓ (3)