તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)

ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ પણ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાક ભાજી અને ભાખરી ના લોટ થી બનતી ચાપડી એક પરફેક્ટ કોમ્બો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી નો લોટ લઈ તેમાં મીઠું, તલ, અજમો અને જીરું નાંખવું. તેલ નાખી ને ગરમ પાણી થી કડક લોટ બાંધવો. 5-10 મિનિટ રેસ્ટ આપી હાથ થી લુવા કરી ને દબાવી ચાપડી બનાવવી.
- 2
ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળી લેવી. તૈયાર છે ચાપડી.
- 3
બધા સુકા મસાલા લઈ ને તેમાં પાણી નાખી પેસ્ટ બનાવવી.
- 4
ડુંગળી, ટામેટા લસણ, આદું મરચાં ની પેસ્ટ બનાવવી. બધા શાકભાજી સમારી ધોઈ લો.
- 5
કુકર માં તેલ મૂકી તેમાં મસાલો નાખી ને ડુંગળી ટામેટા ની પેસ્ટ નાંખી શેકવું. હવે તેમાં બધા શાકભાજી નાખી મીઠું અને પાણી નાખી 2-3 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવો. કુકર ઠંડુ થાય એટલે તાવો તૈયાર છે.
- 6
ગરમ સર્વ કરવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (28)