ટમેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)

Sheth Shraddha S💞R @cook_25001876
ટમેટો સુપ (Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધા ટામેટાં ને ધોઈ સાફ કરી મોટા સમારી ને કુકર માં લઈ લો.અને તેમાં પાણી અને તજ-લવિંગ પણ નાખી દો.
- 2
ત્યારબાદ કુકર બંધ કરી ૩ થી ૪ સીટી વગાડી લો.અને તેને ઠંડુ થવા દો.
- 3
ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ને બ્લેન્ડર થી એકદમ ક્રશ કરી લો.
- 4
તે પછી તેને ગરણી વડે ગાળી લો.એટલે સૂપ એકદમ સ્મૂધ થશે.
- 5
ત્યારબાદ તેમાં બટર,મરચા,મીઠું અને તીખાનો ભૂકો નાખી ને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ઉકળવા દો.
- 6
એકદમ ઘટ થાય એટલે ઉતારી ને ઉપર થી મલાઈ અને ટોસ્ટ નાખીને ગરમ-ગરમ ગ્રાલિક બ્રેડ સાથે સર્વ કરો.
- 7
➡️*સર્વ કરતી વખતે આમા ટોસ્ટ નો ઉપયોગ ન કરીએ તો ફરાળ માં પણ લઈ શકાય.
➡️*ગ્રાલિક બ્રેડ ની રેસિપિ આગળ આપેલી છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14503240











ટિપ્પણીઓ (4)