દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ લો તેમા લોટ લો પછી દૂધીના ખમણ માથી પાણી દબાવી ને કાઢી લો આ પાણી રાખી મુકો
- 2
હવે લોટ મા આદુમરચાની પેસ્ટ નાખો દૂધીનુ ખમણ નાખો પછી તેમા હળદર,મરચુ, સ્વાદ અનુસાર મીઠું, મોણ માટે એક થી બે ટેબલસ્પૂન જેટલુ તેલ,કોથમીર નાખી સરખુ ભેળવી લો.
- 3
હવે લોટમા દૂધીનુ પાણી નાખીને લોટ બાંધો જરુર પડે તો સાદુ પાણી થોડુ થોડુ કરી ને નાખતા જવુ અને લોટ બાંધી લેવો લોટ સહેજ કઠણ જ રાખવો કારણ કે દૂધીમા પણ પોતાનુ પાણી હોય છે એટલે જરુર હોય તોજ પાણી ઉમેરવુ
- 4
હવે સહેજ તેલ નાખી લોટ ને કૂણવી લો અને લુવા બનાવી લો આ લોટ બાંધી ને તરત જ થેપલા વણવા નહીતર લોટ ઢીલો થઈ જશે
- 5
હવે ગેસ પર લોઢી ગરમ કરવા મુકો પાટલી વેલણ લો અને એક લુવાને લોટના અટામણ મા બોળી ને પાટલી પર થેપલુ વણી લો
- 6
હવે ધીમા ગેસે થેપલુ લોઢીમા નાખો અને સહેજ બદામી રંગનુ થાય એટલે બીજી બાજુ ફેરવી નાખો અને સહેજ તેલ લગાવી ફેરવી લોપછી બીજી બાજુ સહેજ તેલ લગાવી બંને બાજુ બદામી રંગનુ શેકી લોઢીમાથી ઉતારી લો અને ડીશમા કાઢી લો આ રીતે બધા થેપલા શેકી લો
- 7
આ દૂધીના થેપલા ને ડીશમા પ્લેટીંગ કરો અને સવારે ચા સાથે, બપોરે જમવામા સુકી ભાજી, દહીં, મરચા સાથે અને રાત્રે કોઈપણ અથાણા સાથે લઇ શકાય છે ખાવામા ખુબજ પોચા અને સ્વાદમા પણ ખુબ પૌષ્ટિક એવા દુધીના થેપલા તૈયાર..
Keywords
Similar Recipes
More Recipes
- મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)
- રાગી સેન્ડવીચ ઢોકળા (Ragi sandwich dhokla recipe in Gujarati)
- સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
- ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
- મેગી સ્ટફ પીન વ્હીલ સેન્ડવીચ (Maggi Stuffed Pinwheel Sandwich Recipe in Gujarati)























ટિપ્પણીઓ