મેથી પાલક થેપલા અને થેપલા ટાકોસ (Methi Palak Thepa & Thepla Tacos Recipe In Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#GA4
#Week20
#cookpadindia
#cookpadgujarati

થેપલા આપણા ગુજરાતીઓ નો મનપસંદ ખોરાક છે. તેને ચા-કોફી સાથે નાસ્તા તરીકે ખાઓ કે પછી લંચ ટાઈમ માં સેવ ટામેટા ના શાક સાથે કે પછી રાત્રી ભોજન માં છૂંદો, અથાણું કે દહીં સાથે. થેપલા ગમે ત્યાં ફિટ થઇ જાય ! મુસાફરી માં તો ગુજરાતીઓ ને થેપલા વગર ચાલે જ નહિ. 15-20 દિવસ સુધી તે બગડતા પણ નથી. જ્યાં શાકાહારી ભોજન મળવાની તકલીફ હોય ત્યાં તો થેપલા વરદાન સ્વરૂપ લાગે છે. થેપલા આપણા ગુજરાતીઓ નું સુપરફૂડ ફૂડ છે ! થેપલા વિવિધ પ્રકાર ના બનાવવા માં આવે છે જેવા કે મેથી, પાલક, દૂધી, ગાજર, આ બધા નું કોમ્બિનેશન વગેરે. મેં અહીં મેથી પાલક મિક્સ ના થેપલા પ્રસ્તુત કર્યા છે.

ટાકો એક પરંપરાગત મેક્સીકન વાનગી છે જેમાં મક્કાઈ ના લોટ અથવા ઘઉં ના લોટ માંથી નાના-નાના ટોર્ટિલા બનાવવામાં આવે છે જેની ઉપર ફીલિંગ મૂકી ટોર્ટિલા ને ફોલ્ડ કરી ને ખાવા માં આવે છે. અથવા ટોર્ટીલા ને વચ્ચે થી ફોલ્ડ કરી ને કડક કરી ને શેલ બનાવી દેવા માં આવે છે જેમાં ફીલિંગ ભરી ને ખાવા માં આવે છે. ફીલિંગ વિવિધ રીતે બનાવવા માં આવે છે પણ તેનું મુખ્ય ઘટક રાજમાં અથવા બીન્સ છે. તેની ઉપર ચીઝ, કેચપ અન્ય પ્રકાર ના સોસ તથા વેજિટેબલ્સ થી ટોપિંગ કરી ને ખાવામાં આવે છે અને ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

મેં અહીં ગુજરાતી અને મેક્સીકન ક્વિઝીન નું ફયુઝન કર્યું છે જેમાં કોર્ન ટોર્ટીલા ને બદલે ગુજરાતી થેપલા ના શેલ બનાવ્યા છે અને ફિલિંગ મેક્સીકન સ્ટાઇલ થી બનાવ્યું છે. તો અહીં પ્રસ્તુત છે જોવા માં સુંદર તથા લલચામણાં અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ એવા ગુજરાતી-મેક્સીકન ડીશ થેપલા ટાકોસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
18-20 નંગ
  1. ➡️ થેપલા માટે ના ઘટકો:
  2. 2 કપઘઉં નો લોટ
  3. 3 tbspચણા નો લોટ
  4. 1 કપમેથી ની ભાજી (સમારેલી)
  5. 1 કપપાલક ની ભાજી (સમારેલી)
  6. 1/4 કપકોથમીર (સમારેલી)
  7. 1 tspઆદુ ની પેસ્ટ
  8. 1 tbspલસણ ની પેસ્ટ
  9. 1 1/2 tbspલીલા મરચાં ની પેસ્ટ (તીખાશ પ્રમાણે)
  10. 1 tspહળદર
  11. 1 tspલાલ મરચું પાઉડર
  12. 1 tspધાણા જીરું પાઉડર
  13. 1/2 tspશેકેલું જીરું પાઉડર
  14. 1 tbspસફેદ તલ
  15. 1/2 tspહજમો
  16. ચપટીહિંગ
  17. 1 tspખાંડ
  18. 2 tbspમોળું દહીં
  19. 2 tbspફ્રેશ ક્રીમ અથવા ઘરની મલાઈ
  20. 4 tbspતેલ (મોણ માટે)
  21. મીઠું સ્વાદ પ્રમાણે
  22. હુંફાળું પાણી જરૂર મુજબ
  23. શેકવા માટે તેલ (જરૂર મુજબ)
  24. ➡️ ટાકોસ માટે ના ઘટકો:
  25. 1 કપબાફેલા રાજમાં
  26. 2 tbspતેલ
  27. 1 tspચીલી ફ્લેક્સ
  28. 1 tbspલસણ ની પેસ્ટ
  29. 2-3સમારેલા લીલા મરચાં
  30. 1જીણો સમારેલો કાંદો
  31. 1સમારેલું ટામેટું
  32. 3 tbspલીલા કેપ્સિકમ
  33. 3 tbspપીળા બેલ પેપ્પર
  34. 4 tbspટોમેટો કેચપ
  35. 1 tbspરેડ ચીલી સોસ
  36. 3-4 tbspમક્કાઈ ના દાણા (બાફેલા)
  37. 1 tspલાલ મરચુ પાઉડર
  38. 1 tspચાટ મસાલો
  39. 1 tspમરી પાઉડર
  40. 1 tspમેક્સિકન સીઝનિંગ મસાલો
  41. મીઠું સ્વાદ પ્રમાણે
  42. 2 tbspલીલી ડુંગળી (સમારેલી)
  43. 2 tbspકોથમીર
  44. ચીઝ જરૂર મુજબ
  45. ચીલી મેયોનીઝ જરૂર મુજબ
  46. ટોમેટો કેચપ જરૂર મુજબ
  47. ➡️ કોલ્સલૉ માટે ના ઘટકો:
  48. 1 કપબધા શ્રેડેડ વેજિટેબલ્સ (કલરીંગ બેલ પેપ્પર, જાંબલી કોબીજ, ગાજર)
  49. 2 tbspમાયોનીઝ
  50. 1 tspમરી પાઉડર
  51. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    થેપલા બનાવવા માટે સૌ પ્રથમ 1 બાઉલ માં ઉપર જણાવેલ બધા ઘટકો (સિવાય મેથી, પાલક, કોથમીર) લઇ મિક્સ કરો. ત્યારબાદ તેમાં મેથી, પાલક અને કોથમીર નાખી મિક્સ કરો. હવે જરૂર મુજબ હુંફાળું પાણી ઉમેરી લોટ બાંધી લો. લોટ ને 15-20 મિનિટ રેસ્ટ આપો. પછી તેના લુવા કરી, અટામણ લઇ થેપલા વણી લો. હવે થેપલા ને બંને સાઈડ તેલ લગાવી શેકી લો. થેપલા તૈયાર છે. (થેપલા ની એક ઉપર એક ઢગલી કરવી જેથી થી તે સોફ્ટ રહે છે).

  2. 2

    ટાકોસ ના શેલ બનાવવા માટે ઉપર બનાવેલા થેપલા માંથી જરૂર મુજબ થેપલા લઇ ને પ્રિહિટ કરેલા ઓવન માં ગ્રીલ ઉપર ઊંધા લટકાવી 180 ડિગ્રી સેલ્સિયસ પર 8-10 મિનિટ માટે બેક કરો. ત્યારબાદ ઠંડા થવા દો. ટાકોસ શેલ તૈયાર છે.

  3. 3

    ટાકોસ નું સ્ટફિંગ માટે એક પેન માં તેલ લઇ તેમાં લસણ અને ચીલી ફ્લેક્સ 1 મિનિટ સાંતળો. પછી તેમાં સમારેલા લીલા મરચાં અને સમારેલો કાંદો 1 મિનિટ સાંતળો. હવે તેમાં ટામેટું નાખો અને તે ગળી જાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લીલા કેપ્સિકમ અને પીળા બેલ પેપ્પર નાખી 1 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાં કેચપ અને રેડ ચીલી સોસ ઉમેરી મિક્સ કરો.

  4. 4

    હવે તેમાં બાફેલા મક્કાઈ ના દાણા, લાલ મરચું પાઉડર, મરી પાઉડર, ચાટ મસાલો, મેક્સીકન સીઝનિંગ મસાલા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી 1-2 મિનિટ સાંતળો. છેલ્લે તેમાં બાફેલા રાજમાં નાખી મિક્સ કરો અને 1-2 મિનિટ કૂક કરો. હવે ગેસ બંધ કરી લીલો કાંદો અને કોથમીર નાખી મિક્સ કરો. સ્ટફિંગ તૈયાર છે. તેને ઠંડુ થવા દો.

  5. 5

    કોલ્સલૉ બનાવવા માટે ઉપર જણાવેલ બધા ઘટકો એક બાઉલ માં લઇ મિક્સ કરો. કોલ્સલૉ તૈયાર છે.

  6. 6

    ટાકોઝ એસેમ્બલિંગ:
    ટાકોસ શેલ માં રાજમાં સ્ટફિંગ ભરી તેની ઉપર કોલ્સલૉ પાથરો. ત્યારબાદ તેની ઉપર ચીલી મેયોનીઝ લગાવો અને ચીઝ ગ્રેટ કરો. હવે કેચપ તથા સ્લાઈસ કેપ્સિકમ, ગાજર, ચેરી ટામેટાં, લીલો કાંદો અને મક્કાઈ ના દાણા થી ગાર્નિશ કરો. થેપલા ટાકોસ તૈયાર છે.

  7. 7

    તો તૈયાર છે ગુજરાતી થેપલા અને મેક્સીકન ટાકોસ નું ફયુઝન એટલે કે થેપલા ટાકોસ. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો. થેપલા સાથે ચા, અથાણું, છુંદો, વગેરે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes