સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા માં મીઠું અં તેલ નું મુઠ્ઠી પડતું મોણ નાખી લોટ બાંધી લો લોટ થોડો કઠણ બાંધવો. હવે આ લોટ ને ઢાંકીને મૂકી દો.
- 2
હવે તીખા મરચાં ને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. એક કડાઈ મા તેલ ગરમ મૂકી એમાં જીરુ અનેં હિંગ નાખો.
- 3
હવે ક્રશ કરેલા લીલા મરચાં નાખો અને ધાણા પાઉડર નાખી એને ધીમા તાપે સાંતળો. હવે વટાણા અને સંચળ પાઉડર નાખી બે મિનિટ થવા દો. હવે બટેકા અને આમચૂર પાઉડર નાખી ને આ મસાલા ને બરાબર શેકો અને હવે એમાં સ્વાદ મુજબ મીઠુ ઉમેરો. હવે ઝીણી સમારેલી કોથમીર ભભરાવી ને આ મસાલા ને ઠંડુ થવા મૂકો.
- 4
હવે મેંદા ને સરખો કરી એના લુવા બનાઇ ગોળ રોટલી વણી વચ્ચે થી કાપી સમોસા નો શેપ આપી મસાલો ભરી પાણી થી પટ્ટી ને ચોંટાડી સમોસા ને બરાબર બન્ડ કરો.
- 5
હવે બધા સમોસા ભરાઈ જાય એટલે તેલ ગરમ કરી પછી ગેસ ને ધીમું કરી એમાં સમોસા નાખો.
- 6
જો સમોસા તળતી વખતે એના પડ માં દાણા જેવા ઉપસે એટલે તેલ નું તાપમાન બરાબર નથી. સમોસા નું પડ એકદમ પ્લેન અને ક્રિસ્પી તળાય એના એના માટે તેલ નું તાપમાન બરાબર ચેક કરીને જ સમોસા તળી લો.
- 7
બધા સમોસા તળાઈ જાય એટલે એને લીલી ચટણી અને ટોમેટો સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ (8)