રીંગણ અને તુવેર નું શાક (Ringan Tuver Sabji Recipe in Gujarati)

Pinal Parmar @cook_25769068
રીંગણ અને તુવેર નું શાક (Ringan Tuver Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરના દાણા અને રીંગણ ને સારી રીતે ધોઈને કાપી લેવા.
- 2
ત્યારબાદ કુકરમા તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં રાઈ અને જીરું નાખો. રાઈ અને જીરું તતડી જાય ત્યારબાદ તેમાં ઝીણા કાપેલા ટામેટા નાખવા.
- 3
ત્યારબાદ હવે એમાં મસાલા કરીશું ગરમ મસાલો, હીંગ, લાલ મરચાનો પાઉડર,હળદર ધાણાજીરૂ, કિચન કિંગ મસાલો, અને સ્વાદ મુજબ મીઠુ નાખીને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ બે કે ત્રણ મિનિટ બાદ તુવેરના દાણાને રીંગણ નાખીને બધુ બરાબર મિક્સ કરી લઈશું અને અને ત્રણથી ચાર મિનિટ માટે એમ જ થવા દઈશું.
- 4
ત્યારબાદ હવે એમાં જરૂરિયાત મુજબ થોડું પાણી નાખીને કુકર ને ત્રણ સીટી વાગે ત્યાં સુધી થવા દેવું.
- 5
ત્યારબાદ હવે કૂકર ઠંડું પડે પછી કુકર ખોલીને જોઈ લેવું. અને શાકને એક સર્વિંગ પ્લેટમાં લઈને ઉપર થી કોથમીર નાખીને સર્વ કરીશું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14544949










ટિપ્પણીઓ (3)