મુગ દાલ પીઝા (Moong Dal pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની દાળ ને કલાક માટે પાણીમાં પલાળી મુકો
- 2
દાળ પલળી જાય ત્યાં સુધી બધું શાક તેલ માં સાંતળવું એની માટે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો
- 3
પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો પછી ૩ મિનિટ પછી તેમાં કેપ્સિકમ, કોબીજ, ટામેટા નાખી સાંતળો
- 4
અધકચરા સાંતળો હવે તેમાં લાલ મરચું પાઉડર મીઠું નાખી હલાવી લો અને ૫- મિનિટ માટે સાંતળો અને અધકચરા બફાય એટલે ગેસ બંધ કરી દો
- 5
હવે મગની દાળ ને ચાળણીમાં કાઢી લો અને મિક્સર જાય માં નાખી તેમાં ૨ લીલાં મરચાં અને આદુ નો ટુકડો નાખી ક્રશ કરી લો
- 6
સ્મૂધ પેસ્ટ બનાવી લો હવે પેસ્ટ ને એક બાઉલમાં કાઢી લો અને તેમાં મીઠું, અને તૈયાર કરેલું શાક ૨ચમચી જેટલું ખીરા માં એડ કરો
- 7
હવે તે ખીરા ને ૨૦થી૨૫ મિનિટ માટે રહેવા દો ૨૦થી૨૫ મિનિટ પછી તેમાં સોડા એડ કરો અને હલાવી લો
- 8
અને ગેસ પર નોનસ્ટિક પેન મુકો પછી તેમાં તેલ 1/2ચમચી જેટલું રેડી દો હવે ખીરા ને હલાવી લો અને કપ ની મદદથી પેન માં ખીરું પાથરી દો
- 9
ખીરું પીઝા બેઝ હોય એવું રેડવું થોડું થીક રહેવા દેવું હવે તેની ઉપર પ્લેટ ઢાંકી દો અને એક બાજુ થી બરાબર બફાવા દેવો
- 10
ઢાંકણ ખોલી ને જુવો અને એક બાજુ થી બરાબર કડક સેકાય એટલે તેને ફેરવી લો
- 11
અને જે બાજુ સેકાયેલુ છે એ સાઈડ પર પીઝા સોસ લગાવો અને તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરો
- 12
પછી તેની ઉપર રેડી કરેલું શાક મુકો પછી ફરી તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરો હવે તેને ઢાંકી દો ૧૦ મિનિટ માટે જેથી નીચે નો ભાગ પણ સેકાય જાય
- 13
હવે તબેથા ની મદદથી એક પ્લેટમાં કાઢી લો અને પીઝા કટર થી કટ કરી લો અને સર્વ કરો આવી રીતે બધા પીઝા બનાવી લો
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (3)