દમ આલૂ (Dum Aloo Recipe In Gujarati)

Pooja Shah @pooja
દમ આલૂ (Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને છોલીને તેના પર ફોર્ક થી કાનાં પાડીને ગરમ તેલ ની તાવડીમાં તલવું.
- 2
બીજી તાવડીમાં જીરું નો વઘાર કરીને તેમાં હળદર અને સ્વાદનુસર મીઠું નાખવું. પછી ડુંગળી ની પેસ્ટ નાખવી.
- 3
પછી તેમાં લીલાં મરચાં ઉમેરીને બરાબર હલાવો.ત્યારબાદ ટામેટા ની પ્યૂરી ઉમેરીને તેનાં પર મલાઈ ઉમેરીને બરાબર હલાવો.
- 4
થોડા પરપોટા થાય એટલે તેમાં લીલું લસણ અને લીલાં ધાણા ઉમેરવું. ત્યારબાદ કિચન કિંગ મસાલો, તજ લવિંગ મરી નો પાઉડર, ગરમ મસાલો અને કાશ્મીરી મરચું ઉમેરવું. ત્યારબાદ સ્વાદનુસર મીઠું અને થોડુંક પાણી ઉમેરીને બરાબર હલાવતા પરપોટા થાય ત્યાં સુધી પકવીને ગ્રેવી તૈયાર કરવી.
- 5
ત્યારબાદ તૈયાર થયેલ ગ્રેવી માં તળેલાં બટાકા ઉમેરીને 5 મિનિટ માટે હલાવીને દમ આલુ નું શાક તૈયાર કરીને ઘઉં ના પરોઠા સાથે પીરસવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14613338


















ટિપ્પણીઓ