મગ મસાલા (Mag Masala Recipe in Gujarati)

મગ એ પ્રોટીન માટે ખૂબ જ સારું કઠોળ ગણવામાં આવે છે તેને સલાડ પણ બનાવી શકાય છે અને મસાલા એડ કરીને સ્વાદિષ્ટ સબ્જી પણ બનાવી શકાય છે .. મે અહી મસાલા .લીંબુ . ધાણા બધું એડ કરી બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવો ખૂબ જ સરસ બનશે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ ને પાણી મા પલાળી ને 8 થી 10 કલાક માટે રાખવા.
- 2
હવે મગ ને કુકર માં 3 સિટી વગાડીને બાફી લેવા.
- 3
હવે એક કઢાઈ લઈ ને તેમાં તેલ ગરમ કરવું અને તેમાં રાઈ અને હિંગ નો વગર કરવો. અને સાથે કરી પત્તા પણ એડ કરવા.
- 4
હવે તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખીને બરાબર વઘાર કરવો જેથી કાચું ના રહી જાય.
- 5
હવે તેમાં ડુંગળી અને ટોમેટો નાખીને તેને 3 મિનિટ સુધી સાંતળવું.
- 6
હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર રેડ ચીલી પાઉડર. હળદર. કાશ્મીરી રેડ ચીલી પાઉડર. ધાણા પાઉડર. અને આમચૂર પાઉડર નાખીને બરાબર મિક્ષ કરવું.
- 7
હવે તેમાં ટોમેટો પ્યૂરી ને એડ કરવી અને તેને બરાબર સતાડવી..અને બરાબર શેકાય એટલે તેમાંથી તેલ છૂટું પડવા લાગશે.
- 8
હવે તેના બાફેલા મગ એડ કરવા અને બરાબર મિક્સ કરવા અને તેને 5 મિનિટ માટે ઉકળવા.
- 9
હવે તેમાં ગરમ મસાલો. કસૂરી મેથી અને લીંબુ નો રસ એડ કરવો અને બરાબર મિક્સ કરવું. ને 2 મિનિટ માટે ઉકાળવી.
- 10
હવે તેમાં મીઠાસ માટે ગોળ એડ કરવો અને બરાબર મિક્સ કરવું.
- 11
હવે રેડી છે મગ મસાલા તેને ઉપર થી ધાણા નાખીને ગરમ ગરમ રોટી સાથે સર્વ કરવું.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (49)