રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો, મેંદો, દહીં અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી સુંવાળું ખીરૂ તૈયાર કરો.
- 2
આ ખીરાને ઢાંકીને ગરમ જગ્યા પર ૧૫ થી ૨૦ મિનિટ સુધી આથો આવવા માટે રાખી મૂકો.
- 3
તે પછી તેમાં લીલા મરચાં, જીરૂ, નાળિયેર, કાજૂ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો, જો જરૂરી જણાય તો તેમાં થોડું પાણી મેળવી ખીરૂ પાતળું કરી લો.
- 4
એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તવા પર હલકા હાથે તેલ ચોપડીને કાંદા સ્લાઇસ વડે ઘસીને લૂછી લો, તે પછી તેની પર ૧/૨ કપ ખીરૂ પાથરી તવાને દરેક બાજુએ નમાવી વાંકુ વાળી ખીરૂ સરખી રીતે પાતળું ગોળાકાર થાય ત્યાં સુધી ફેરવી લો.
- 5
હવે તેની ઉપર અને તેની કીનારીઓ પર થોડું તેલ રેડી ઢોસો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી વાળીને અર્ધ-ગોળાકાર કરી લો.
- 6
આ જ પ્રમાણે બાકી રહેલા ખીરા વડે બીજા ૫ ઢોસા તૈયાર કરી નાળિયેરની ચટણી અને સાંભર સાથે તરત જ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes

















ટિપ્પણીઓ (3)