સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

#GA4 #Week25
DRUM STICKS
સરગવાનું શાક અલગ અલગ રીતે બનાવાય છે ઘણા લોકો તેની કઢી ની જેમ બટાકા નાખીને પણ બનાવે છે મેં તેને બેસન ના શાક ની જેમ થીક અને ટેસ્ટ માં ખાટું અને મસાલેદાર બનાવવાનો પ્રયત્ન કરેલો છે
ચણાના લોટને છાશમાં કે દહીંમાં ના ઓગળતા તેલમાં શેકીને આ શાક બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છે
તે રોટલા રોટલી કે ભાખરી ગમે તેની સાથે સારું લાગે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની શીંગ ના કટકા કરી તેને કૂકરમાં બાફી લો માત્ર બે કે ત્રણ વ્હિસલ કરો પછી સરસ બફાઈ જશે વધારે વ્હિસલ ન કરવી નહીં તો સિંગો ફાટી જશે સાથે દહીંની છાશ પણ બનાવી લેવી
- 2
હવે એક કઢાઈમાં આગળ પડતું તેલ મૂકી જીરું અજમા અને મીઠા લીમડાનો વઘાર કરો પછી તેમાં ચણાનો લોટ ઉમેરી અને બેથી ત્રણ મિનિટ સુધી શેકવું લોટ શેકાઈ જશે એટલે કલર બદલાઈ જશે અને સુગંધ પણ આવશે વધારે વખત શેકો નહીં નહીં તો લોટ બળી જશે
- 3
પછી શેકાય જાય એટલે તેમાં બધા મસાલા હળદર મીઠું મરચું ગરમ મસાલો ધાણાજીરું લીલા મરચા ઉમેરી દેવા પછી તેમાં છાશ એડ કરી અને શીંગો ઉમેરીદો
- 4
બરાબર ઊકળે એટલે ગેસ બંધ કરી ગરમાગરમ રોટલી ભાખરી કે રોટલી સાથે સર્વ કરો અને કઢી જેવું પાતળું નથી કરવાનો બેસન નું શાક બનવિયે તેવુ થીક રાખવાનું છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)