રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)

Shraddha Patel @cookwithshraddha
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લઈ ને મિક્સ કરી લો. હવે તેમાં મીઠું અને ઘી ઉમેરો. બરાબર મિક્સ કરી લો.
- 2
હવે થોડું થોડું પાણી ઉમેરી ને મિક્સ કરી ને કણક બાંધો. હવે કણક ને 5 મિનિટ ઢાંકી ને રાખો.
- 3
હવે કણક માંથી એક સરખા બે ભાગ કરી ને ગોળ લૂઆ બનાવી લો.
- 4
હવે વેલણ ની મદદ થી થોડી જાડી એવી રોટી વણી લો. હવે તેમાં છરી થી કાપા પાડી લો. હવે રોટી ને ગરમ તાવડી પર શેકવા માટે મૂકો. કાપા વાળો ભાગ તાવડી પર નાખવો.
- 5
ગેસ ધીમો રાખવો. હવે ઉપર ની બાજુ હાથ થી અથવા ચીપિયા ની મદદ થી મનપસંદ ડિઝાઇન બનાવી લો.
- 6
હવે રોટી ને પલટાવી ને બીજી બાજુ પણ શેકી લો. બંને બાજુ રોટી બરાબર શેકાઈ જાય પછી ગેસ પરથી નીચે લઈ ને તેના પર ઘી લગાવી લો.
- 7
તો તૈયાર છે રાજસ્થાની ખોબા રોટી. મનપસંદ દાળ અથવા શાક સાથે પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685809











ટિપ્પણીઓ (26)