સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૨ લોકો
  1. ૪-૫સરગવાની શીંગ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૧ વાટકીદહીં
  4. ૧ ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  5. 1/2 ચમચી હળદર
  6. ૧ ચમચીધાણાજીરૂ
  7. ૧/૨ ચમચીજીરૂ(આખું)
  8. ૧/૪ ચમચીરાઈ
  9. જરૂર મુજબ પાણી
  10. જરૂર મુજબ તેલ
  11. જરૂર મુજબ મીઠું
  12. 1 ચમચીકાપેલા ધાણા
  13. ૧ નંગકાપેલો કાંદો

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની સિંગને ધોઈને કાપી લો અને તેના ટુકડા કરી લો.પછી એક વાસણમાં બે ચમચી તેલ મૂકી તેમાં રાઈ અને જીરું,કાંદો નાંખો.

  2. 2

    કાંદો થોડો ગુલાબી થઇ જાય પછી તેમાં કાપેલી સરગવાની શીંગ ના ટુકડા નાખો અને બધું હલાવી નાખો.પછી તેમાં હળદર નાખો અને થોડું મીઠું નાખવું ફરીથી હલાવો.

  3. 3

    સરગવાની સિંગને ઢાંકણું ઢાંકી દસ મિનિટ ધીમા તાપે પાકવા દો. હવે એક વાસણમાં દહીં લો તેમાં ચણાનો લોટ નાખો હળદર અને મીઠું નાખો થોડું ધાણાજીરું નાખો. આદુ મરચાની પેસ્ટ નાખો અને બધું બરાબર થી હલાવી દો. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો ફરીથી ખુબ હલાવો.

  4. 4

    હવે કઢી બનાવવા માટેની આપણી છાશ તૈયાર છે. આ છાશને આપણે સરગવા ના મિશ્રણમાં નાખીશું.

  5. 5

    હવે ૧૦ મિનિટ થઈ ગઈ છે આપણી સરગવાની શીંગ પાકી ગઈ છે એટલે છાશને તેમાં ઉમેરી શું અને થોડીવાર ઢાંકણું ઢાંકી તેને પકાવવું ઊભરો આવે ત્યાં સુધી પકાવો.

  6. 6

    હવે કઢીમાં ઊભરો આવી ગયો છે એટલે આપણી કઢી ખાવા માટે તૈયાર છે. તેને ધાણાથી સજાવો અને ખીચડી, ભાત રોટલી અથવા રોટલા સાથે ગરમાગરમ પીરસશો તો ખાવામાં મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

Similar Recipes