રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)

આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.
#WD
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.
#WD
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ નું ભરથું બનાવવા સૌપ્રથમ એક મોટું ફ્રેશ રીંગણ લો. રીંગણ ને ૨-૩ વખત પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ એક કપડાથી સાફ કરી લો. હવે રીંગણમાં
ચપ્પુ વડે વચ્ચેથી એક કાપો પાડો અને બધી બાજુ તેલ લગાડી દો. હવે રીંગણ ને ધીમી આંચ પર બધી બાજુ ગોળ ગોળ ફેરવી ને સારી રીતે શેકી લો. - 2
હવે રીંગણ ને થોડું ઠંડુ થવા દો. ત્યારબાદ રીંગણ ની છાલ કાઢીને મેશ કરી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે રાઈ ઉમેરો. રાઈ તતડી જાય એટલે જીરુ ઉમેરો. જીરુ હલકું બ્રાઉન સેકાય જાય એટલે લસણ, લીલા મરચા અને કળી પત્તા ઉમેરો.
- 3
હવે ડુંગળી ઉમેરો. ડુંગળીને થોડીવાર સેકાવા દો. ડુંગળી હલકી બ્રાઉન શેકાઈ જાય એટલે ટામેટાં ઉમેરો. હવે બધું બરાબર મિક્સ કરીને થોડીવાર સેકાવાદો. ટામેટા ચડી જાય પછી એક પછી એક બધા મસાલા ઉમેરો. હવે સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને થોડીવાર સેકાવાદો.
- 4
હવે મેશ કરેલા રીંગણ નું મિક્સર ઉમેરો. હવે ફરીથી વધુ બરાબર મિક્સ કરી થોડીવાર થવા દો. હવે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરો.
- 5
ગરમાગરમ રીંગણ નું ભરથું સર્વ કરવા માટે તૈયાર છે. હવે એક બાઉલમાં સર્વ કરો. આ રીંગણ નુ ભરતુ તમે બાજરી ના રોટલા, ભાખરી, રોટલી, પરાઠા અને નાન સાથે ખાઈ શકો છો પરંતુ બાજરીના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (3)