પાણીપુરી (Panipuri Recipe in Gujarati)

Harshida Thakar @cook_18046181
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટાકા અને ચણા ને પલાળી બાફી લો, થઈ જાય એટલે બહાર કાઢી ચારણી માં કાઢી ઠંડા પડે એટલે બટાકા ની છાલ કાઢી રેડી કરો,
- 2
હવે મિક્સઈ જારમાં ફુદીનો, કોથમીર, મરચા, સંચળ, જીરા પાઉડર, લીંબુ નો રસ, નાખી ગ્રાઈન્ડ કરી પેસ્ટ જેવું થાય એટલે તપેલી માં કાઢી જરૂર મુજબ ઠંડુ પાણી નાખી તીખું પાણી રેડી કરો,
- 3
હવે ગળી ચટણી ને માટે ખજૂર ને ગરમ પાણી માં ઉભરો આવે એટલે તેમાં અમલી અને ગોળ નાખી ઓગળે પછી ઉતારી ઠંડુ પડે એટલે ક્રશ કરી તેમાં મીઠું જીરા પાઉડર અને ચપટી સંચળ ઉમેરી ઘટ્ટ કરી કાઢી લો, અને મોટા તાસ માં બાફેલા બટાકા ની છાલ કાઢી ચણા મિક્સ કરી મીઠું ટેસ્ટ મુજબ જીરા પાવડાટ મરચું નાખી મિક્સ કરી પૂરી માં ખાડો કરી પુરાણ ભરી મિન્ટ પાણી અને ગળી ચટણી સાથે સર્વ કરો.
- 4
ટિયાર છે આપણી ચટાકેદાર તીખી મીઠી ચટણી સાથે પાણી પૂરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14712456












ટિપ્પણીઓ (10)