પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા ચણા ને બાફી લેવા અને બટાકા ને પણ બાફી લેવા હવે બાફેલ બટાકા ને મેષ કરી લેવા અને તેમાં ફુદીના પેસ્ટ,મરચા પેસ્ટ અને કોથમીર પેસ્ટ નાખવી
- 2
હવે તેમાં બાફેલા ચણાં અને સંચળ પાઉડર નાખી ને સ્વાદ મુજબ મીઠું નાખી દેવું
- 3
હવે બધું મિશ્રણ ને મિક્ષ કરી લેવું.
- 4
પાણી બનાવા માટે પાણી લઈ તેમાં ફુદીના પેસ્ટ,કોથમીર પેસ્ટ,મરચા પેસ્ટ નાખી ને તેમાં સંચળ પાઉડર,મીઠું અને લીંબુ નો રસ નાખી ને બધું મિક્ષ કરી લેવું અને 1 ચમચી સમારેલ કોથમીર નાખી દેવી
- 5
હવે પૂરી લઈ તેમાં કાણું પાડી ને તેમાં બનાવેલ મિશ્રણ ભરી તેમાં સમારેલ ડુંગળી નાખી દો
- 6
હવે તેમાં સમારેલ કોથમીર અને સેવ નાખી દો અને જોડે ફુદીના પાણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14729869















ટિપ્પણીઓ