ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)

Tejal Vijay Thakkar @cook_16330506
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને દાળ ધોઈ ને 5 કલાક માટે પલાળી દો. 5 કલાક પછી વધારા નું પાણી કાઢી મિક્સર માં નાખી 1/2 ચમચી મીઠું અને દહીં ઉમેરો અને ગ્રાઈન્ડ કરો દહીં મીઠું ઉમેરવા થી આથો જલ્દી આવશે. તડકો ના હોય તોય મસ્ત આથો આવશે
- 2
સ્મૂથ બેટર બનાવો. અને 8 કલાક માટે ગરમ જગ્યા એ આથો લાવવા મુકો.
- 3
8 કલાક પછી કાઢી ચમચો ફેરવશો તો મસ્ત જાળી પડશે એનો મતલબ આથો પરફેક્ટ આવ્યો છે. હવે એમાં લીલું મરચું, હળદર, મીઠું, આદુ લસણ ની પેસ્ટ સોડા ઉમેરો
- 4
હવે 2 ચમચી ગરણ પાણી કરી સોડા પર નાખી બરાબર મિક્ષ કરો અને ઓઇલ ગ્રીસ કરેલ પ્લેટ માં ખીરું ઉમેરી લો
- 5
અને ઉપર લાલ મરચું છાંટો અને સ્ટીમર માં મુકો. 15 થી 20 મિનિટ માં સ્ટીમ થઈ જશે
- 6
ઉતારી ઉપર ઓઇલ લગાવો. બીજી પ્લેટ પણ એ રીતે તૈયાર કરો. અને લસણ ની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14765085





















ટિપ્પણીઓ (4)