સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#CT
સુરતી ઘારી ખૂબ લોકપ્રિય છે . ઘારી પરંપરાગત મીઠાઈ છે જે માવા અને ડ્રાય ફ્રૂટ સ્ટફિંગથી ભરેલી મીઠી અને મેંદા ના લોટના પડ માથી બનાવવામા આવે છે. ત્યારબાદ તેને ઘી લગાવીને પીરસવામાં આવે છે. સ્ટફિંગમાં કાજુ, બદામ, પિસ્તા અને કેસર જેવા ડ્રાયફ્રૂટથી ભરપૂર & સ્વાદિષ્ટ હોય છે અથવા સાદા માવા ઘારી પણ બનાવવામાં આવે છે. ઘારી ચંદિપડવો ના દિવસે ખાસ બનાવવા મા આવે છે તે 'ભૂસુ'( મિક્ષ તીખું ચવાણું)) સાથે લેવામાં આવે છે . હવે તો ઘારી એટલી લોકપ્રિય થઈ ગય છે કે અલગ અલગ તહેવારો અને પ્રસોગોમાં માં ઘારી તો હોય જ છે........

સુરત વિશે લોકવાયકા છે સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે. પણ આજે આપણે આપણા રસોડે & cookpad ગુજરાતી ના માધ્યમ થી ઘરે જ ડ્રાય ફ્રૂટ ઘારી બનાવીએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ થી ૫૦ મિનિટ
ત્રણથી ચાર લોકો
  1. 100 ગ્રામદૂધ નો માવો
  2. 1 કપકાજુ બદામ પિસ્તા મિક્સ
  3. કેસરની સાત-આઠ પાંદડી
  4. 1/4 ચમચીજાયફળ પાઉડર
  5. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  6. 3/4 કપબુરું
  7. 2 ચમચીબેસન
  8. 1 કપમેંદો
  9. ૩ ચમચીઘી
  10. 1/2 કપલોટ બાંધવા માટે અથવા જરૂર મુજબ દૂધ
  11. તળવા માટે તેલ
  12. સજાવટ માટે ફ્રૂટની ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૪૦ થી ૫૦ મિનિટ
  1. 1

    મેંદા માં ઘી નું મોણ નાખી, દૂધ થી કઠણ લોટ બાંધી લો

  2. 2

    બધા ડ્રાઇ ફ્રુટ ને ઘી મા શેકી લો અને જીણા સુધારી લો. ઘી મૂકી બેસન શેકી લો ત્યાર બાદ તેમાં માવો શેકી લો. શેકેલું માવા નું મિશ્રણ, ડ્રાઇ ફ્રુટ, કેસર,ઇલાયચી,જાયફર બધું મિક્ષ કરી લો. મિશ્રણ ને ઠંડુ થવા દો. મિશ્રણ ઠંડુ થાય ત્યાર બાદ તેમાં બૂરું ખાંડ ઉમેરી ઘારી માટે નો માવો તૈયાર કરો.

  3. 3

    લોટ માં થી મધ્યમ લૂવો લઈ પૂરી વણી, અંદર માવા વાળુ પૂરણ ભરી ઘારી બનાવી લો. ઘારી ને ઘી માં ગુલાબી રંગ ની ધીમા તાપે તળી લો (ઘારી ને ફોટા મા બતાવી તે મુજબ જારા માં રાખી ઉપર ગરમ ઘી મૂકી ને તળવા મા આવે છે)

  4. 4

    આ રીતે બધી ઘારી તળી લો (ટ્રેડિશનલ ઘારી મા ઉપર ગરમ ઘી રેડી 7 કલાક ઠરવા દેવામાં આવે છે. મેં ઉપર ઘી નથી રેડિયું)

  5. 5

    ઘારી ને ડ્રાય ફ્રૂટસ થી સજાવો.
    તો તૈયાર છે ડ્રાય ફ્રૂટ ઘારી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes