ખલવા (Khalva Recipe In Gujarati)

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!
આશા છે મજામાં હશો......
ખલવા એ અમારા દક્ષિણ ગુજરાતની આન, બાન અને શાન છે. બીજા શબ્દોમાં કહીએ તો ખલવા એટલે કેળા મેથી ના ભજીયા. અમારા સાઉથ ગુજરાતમાં કોઇ પણ પ્રસંગ હોય તો એ ખલવા વિના અધૂરા છે. સારા પ્રસંગ હોય કે નરસા પ્રસંગો હોય અમારા ત્યાં જમણમાં ખલવા હોય જ છે. ખલવા શ્રીખંડ, લાપસી અને લાડવા સાથે ખુબ જ સરસ લાગે છે.
તો ચાલો જોઈએ ખલવા ની રેસિપી!!!!

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રી તૈયાર કરી લો. મેથી અહીંયા જે ઝીણી આવે છે એ લેવી. જે સ્વાદમાં કડવી આવે છે એ લેવી. મેથી ને ઝીણી સમારી ને ધોઈ લેવી. એક મોટા બાઉલમાં ચણાનો લોટ, રવો અને ચોખાના લોટ લઇ લેવો. હવે એમાં ઝીણી સમારેલી લીલી મેથી ઉમેરી દો. ત્યાર બાદ એમાં પાકું કેળું છીણી લો.
- 2
હવે તૈયાર કરેલા લોટના મિશ્રણમાં બધા મસાલા ઉમેરી લો. ત્યારબાદ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ. હવે તેમાં ચપટી ખાવાનો સોડા ઉમેરીને બરાબર ફીણી ને હલાવી લો.
- 3
હવે ફોટા માં બતાવ્યા મુજબ ખીરું ને હાથમાં લઇ છુટા છુટા ગરમ તેલમાં નાના નાના ડપકા મૂકતા જવું. ખલવા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દેવા.
- 4
અહીંયા મેં ખલવા ને શ્રીખંડ જોડે સર્વ કર્યા છે. તમે બધા પણ જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો......
Similar Recipes
More Recipes
- અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
- થાણા નું ફેમસ મામલેદાર મિસળ (Thane Famous Mamledar Misal Recipe In Gujarati) )
- ઠંડાઈ કુલ્ફી(Thandai Kulfi Recipe In Gujarati)
- મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)
- હમ્મસ (Hummus Recipe In Gujarati)

ટિપ્પણીઓ (5)