ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

#AM1
#CookpadIndia
#Cookpadgujarati
#Cookpad
આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે.
કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છાશ ને એક બાઉલમાં કાઢી લો.એક નાની વાડકીમાં થોડું પાણી લો.તેમાં 2 ચમચી ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.હવે ચણા ના લોટના મિશ્રણ ને ચાળણી થી ચાળીને છાશ માં ઉમેરો.
- 2
હવે બરાબર મિક્સ કરી લો.હવે ક્રશ કરેલાં આદુ,મરચાં,લસણ અને મીઠાં લીમડાનાં પાન ઉમેરો.
- 3
હવે એક તપેલી માં વઘાર માટે ઘી ગરમ કરો.ઘી ગરમ થાય પછી તેમાં વઘાર માટેની બધી સામગ્રી ઉમેરો.વઘાર તતડે પછી તરત જ છાશ ઉમેરો.ગેસ ની ફ્લેમ સ્લો કરી દો.જરૂર મુજબ મીઠું અને ગોળ ઉમેરો અને કઢીને મિક્સ કરી લો.
- 4
5 થી 10 મિનિટ કઢીને ધીમાં તાપે ઉકળવા દો.વચ્ચે હલાવતાં રહેવું.કોથમીર ઉમેરો.ગેસ બંધ કરી ગરમા ગરમ સાદી ખિચડી,મસાલા ખિચડી અથવા ભાત સાથે સર્વ કરો.
- 5
તૈયાર છે ગરમા ગરમ,એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી કઢી.મે અહીં વઘારેલી મસાલા ખિચડી સાથે સર્વ કરી છે.
- 6
- 7
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (23)