કઢી પકોડા (Kadhi Pakoda Recipe in Gujarati)

તાજા તૈયાર કરેલા ચણાના લોટના પકોડા જેમાં કોથમીર અને વિવિધ પ્રકારના મસાલા મેળવેલા હોય અને તેના વડે બનતી આ પંજાબી પકોડા કઢી એવી મજેદાર તૈયાર થાય છે કે મોઢામાંથી પાણી છુટી જાય. ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.
#AM1
#kadhi #pakoda #kadhipakoda #punjabi #gujarati #fried #spices #indianspices #ગ્રામ #gramflour #indian #pakodakadhi #punjabikadhi #tasty #delicious #cookpad #cookpadindia #cookpad_in #cookpadgujarati #cookpad_gu

રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ માં ખમણેલી ડુંગળી લઈ, તેમાં ખમણેલું આદુ અને હળદર પાઉડર નાખો.
- 2
ત્યાર બાદ લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર એન્ડ સ્વાદ અનુસાર મીઠું નાખો.
- 3
ચણા નો લોટ (બેસન) નાખી તેમાં હાથ વડે ક્રશ કરીને ધાણા નાખો એન્ડ ત્યાર બાદ કસૂરી મેથી.
- 4
સમારેલી કોથમીર એન્ડ દહીં નાખી મિક્સ કરી પકોડા માટે મિશ્રણ તૈયાર કરો.
- 5
એક કડાઈ પાણીમાં તેલ ગરમ કરી, સહેજ પાણી વાળો હાથ કરી નાના નાના પકોડા ઉતારો.
- 6
એક વાત તળાઈ જાય એટલે તેને ફરીથી એક વાર તળવું. ક્રસ્પિ થશે. તૈયાર છે કાઢી માટે પકોડા.
- 7
કઢી માટે છાસ નું મિશ્રણ તૈયાર કરવા માટે એક બાઉલ માં દહીં લો, તેમાં ચણાનો લોટ (બેસન) લઈ હળદર પાઉડર નાખો.
- 8
ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી, પાણી નાખી ને બરાબર મિક્સ કરો. તૈયાર છે તમારી છાસ.
- 9
એક કડાઈ મા તેલ અને ઘી લઈ તેને માધ્યમ આંચ પર રાખો. ગરમ થાય એટલે તેમાં આખું જીરું નાખી, સમારેલી આદું નાખો.
- 10
ત્યાર બાદ સમારેલું લસણ નાખી, આખા લાલ મરચાં નાખીને સાંતળો.
- 11
સમારેલી ડુંગળી નખી, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર નાખી બરાબર સાંતળો ૨-૩ મિનિટ.
- 12
ત્યાર બાદ સમારેલા ટામેટાં નાખી ૨ મિનિટ સુધી સાંતળો. ત્યાર પછી તેમાં અગાઉ તૈયાર કરેલ છાસ નાખીને ૫-૭ મિનિટ ચડવા દો.
- 13
સવિંગ બોલ માં કઢી લઈ, તૈયાર કરેલ પકોડા નાખી, કોથમીર થી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
- 14
ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ તૈયાર છે. રાઈસ, રોટલી સાથે સર્વે કરી શકો છો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)