પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)

#AM3
પનીરના કોફતા બધાને ભાવતા જ હોય છે. એમાં પણ થોડું વેરીએશન કરી બીટ અને પાલકની પ્યોરીનો ઉપયોગ કરી ટેસ્ટ સાથે હેલ્ધી અને આકર્ષક ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોફ્તા પણ ફ્રાય કરવાની બદલે અપમ સ્ટેન્ડમાં શેકીને બનાવ્યા છે.
પનીર કોફતા કરી (Paneer Kofta Curry Recipe In Gujarati)
#AM3
પનીરના કોફતા બધાને ભાવતા જ હોય છે. એમાં પણ થોડું વેરીએશન કરી બીટ અને પાલકની પ્યોરીનો ઉપયોગ કરી ટેસ્ટ સાથે હેલ્ધી અને આકર્ષક ડીશ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. કોફ્તા પણ ફ્રાય કરવાની બદલે અપમ સ્ટેન્ડમાં શેકીને બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગ્રેવી બનાવવા માટે:
એક પેનમાં એક ચમચો તેલ ગરમ કરવા મૂકી ૧ ચમચી જીરુ, ૧ ટુકડો તજ, ૧-૨ તમાલપત્ર, ૨-૩ લવિંગ, ૫-૬ કાળા મરી, ૨ કશ્મીરી સૂકામરચા નાંખી સાંતળો. હવે તેમાં ૧૦-૧૨ લસણની કળી, ૨ લીલા મરચા સુધારેલા, ૩-૪ ડુંગળી સુધારેલી, ૫ ટામેટા, નાનો ટુકડો આદુ વારાફરતી નાંખી અધકચરા પકાવવા. મિશ્રણ ઠંડું પડે પછી પલાળેલા કાજુ, મગજતરીના બી મિક્સ કરી મિક્સરમાં પીસી સ્મૂધ પેસ્ટ બનાવવી. - 2
કોફતા બનાવવા મોટે:
૪૦૦ ગ્રામ પનીરને છીણી ૨ ચમચા મેંદો, મીઠુ, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરુ, ૨ ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી ગરમ મસાલો મિક્સ કરવું. આ પનીરના ત્રણ સરખા ભાગ કરવા. એક ભાગ એમ જ રાખવો. - 3
બીજા ભાગમાં ૧ પણી પાલકને બ્લાન્ચ કરીને બનાવેલી પેસ્ટ ઉમેરી ગ્રીન પનીર બનાવો. ત્રીજા ભાગમાં બાફેલા એક બીટની પેસ્ટ ઉમેરી રેડ પનીર બનાવો. હવે સૌથી પહેલા પીળા પનીરનો નાનો ગોળો બનાવો. લાલ પનીરનો ભાગ લઇ પીળા ગોળો અંદર રાખી લાલ ગોળો બનાવો. આવી રીતે ગ્રીન પનીર લઇ લાલ ગાળો અંદર રાખી સ્ટફ કરો.
- 4
બધા ગોળા આવી રીતે તૈયાર કરી. ધીમા તાપે ગરમ કરેલા અપમ સ્ટેન્ડમાં ગોળા શેકવા. થોડીવાર પછી કોઇ ધારવાળા ચાકુથી કોફતાને ફેરવી બીજી બાજુ પણ શેકવા. કોફતાને બધી જ બાજુથી ધીમા તાપે જ શેકવા. કોફતા ઠંડા થાય પછી બે ભાગમાં કાપી લેવાં.
- 5
એક મોટા પેનમાં ૩-૪ ચમચા તેલ અને એક ચમચો ઘી ગરમ કરી. તૈયાર કરેલી ગ્રેવી સાંતળવી. મીઠુ, ૧/૨ ચમચી હળદર, ૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી ગરમ મસાલો, ૨ ચમચા મલાઇ નાંખી ગ્રેવીને ધીમા તાપે પકાવવી. હવે તૈયાર ગ્રેવીમાં કોફતા ઉમેરી સર્વ કરો.
- 6
કોફતાને લચ્છા પરાઠા, રોટી કે નાન સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (46)