કાજુ કરી (Kaju Curry Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
શેર કરો

ઘટકો

  1. 1 કપકાજુ
  2. 10કાજુ ગ્રેવી માટે
  3. 2 ચમચીમગજતરી
  4. 2 ચમચીખસખસ
  5. 1મોટો કાંદો
  6. 2ટામેટા
  7. 10કળી સૂકું લસણ
  8. 1આદુ નો ટુકડો
  9. 3લીલાં મરચાં
  10. 1તજ
  11. 3લવિંગ
  12. 5મરી
  13. 2તમાલપત્ર
  14. 1 ચમચીવરિયાળી
  15. 1 ચમચીકિચન કિંગ મસાલો
  16. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  17. 1 ચમચીતીખું લાલ મરચું
  18. 2 નાની ચમચીમીઠું
  19. 1/2કસુરી મેથી
  20. લસણ ધાણા લીલાં
  21. 4 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 10 કાજુ, મગજતરી અને ખસખસ ને 30 મિનિટ માટે પાણી મા પલાળી રાખો. બીજા કાજુ ને એક કઢાઈમાં તેલ ગરમ કરી ધીમે તાપે ગુલાબી રંગ ના થાય તેવા સેકી લ્યો. તેલ માંથી કાઢી ઠંડા પડવા દો.

  2. 2

    હવે આ તેલ મા કાંદા, ટામેટા, લસણ, આદુ, મરચા બધું સરસ સાતડી લ્યો. ટામેટાં ગડી જાય ત્યાં સુધી થવા દો. પછી નીતારી લો એક ડીશ મા કાઢી ઠંડું પડે ત્યાં સુધી રહેવા દો.

  3. 3

    હવે કઢાઈમાં જેમાં બધું સાટડ્યું હતું એમાં એક તજ,લવિંગ, મરી ઉમેરી કાંદા ટામેટા વાડી મિશ્રણ ની પેસ્ટ બનાવી ઉમેરી દો અને તેલ અલગ પડે ત્યાં સુધી સેકો. હવે એમાં બધા ડ્રાય મસાલા ઉમેરી સાતડી લ્યો.

  4. 4

    હવે કાજુ ની પેસ્ટ બનાવીને ઉમેરી થોડું પાણી ઉમેરી મિક્સ કરી 2 મિનિટ ઢાંકણ ઢાંકી થવા દો. ત્યાર પછી એમાં સેકેલા કાજુ ઉમેરી. જરૂર પડે તો પાણી ઉમેરી મિક્સ કરી થવા દો

  5. 5

    હવે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો પછી કસુરી મેથી લીલાં ધાણા, લસણ ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes