વડી-પાપડ નું શાક (Vadi-Papad Shak Recipe In Gujarati)

Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
Ahmedabad

#AM3

વડી-પાપડ નું શાક. ટેસ્ટ માં એકદમ બેસ્ટ અને રસાવાળું હોય છે. તેથી તેની સાથે દાળ ની પણ જરૂર પડતી નથી. આ શાક છાશ માં બનતું હોવાથી ચટપટું લાગે છે. ગરમી માં જયારે શાક સારા મળતા નથી ત્યારે પણ આ શાક બનાવી શકાય છે. અને મુખ્યત્વે જૈન માં આ શાક વધારે બને છે. કેમ કે જૈન માં ઘણા દિવસ તિથિ પ્રમાણે એવા હોય છે જયારે તેઓ લીલોતરી પણ ખાતા નથી. લીલોતરી એટલે બધી જ જાત ના શાક આવી ગયા.

#cookpadindia
#cookpad_gu
#cookpadgujrati
#cookwithunnati

વડી-પાપડ નું શાક (Vadi-Papad Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#AM3

વડી-પાપડ નું શાક. ટેસ્ટ માં એકદમ બેસ્ટ અને રસાવાળું હોય છે. તેથી તેની સાથે દાળ ની પણ જરૂર પડતી નથી. આ શાક છાશ માં બનતું હોવાથી ચટપટું લાગે છે. ગરમી માં જયારે શાક સારા મળતા નથી ત્યારે પણ આ શાક બનાવી શકાય છે. અને મુખ્યત્વે જૈન માં આ શાક વધારે બને છે. કેમ કે જૈન માં ઘણા દિવસ તિથિ પ્રમાણે એવા હોય છે જયારે તેઓ લીલોતરી પણ ખાતા નથી. લીલોતરી એટલે બધી જ જાત ના શાક આવી ગયા.

#cookpadindia
#cookpad_gu
#cookpadgujrati
#cookwithunnati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૨ સર્વિંગ્સ
  1. ૧/૨બાઉલ ચોળાવડી
  2. અડદનાં પાપડ
  3. ૩ tbspતેલ
  4. ૧ tspરાઈ
  5. ૧ tspજીરું
  6. ૧ tspહિંગ
  7. ૧ tspહળદર
  8. ૧ tbspલાલ મરચું પાઉડર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૧/૨બાઉલ પાણી
  11. બાઉલ છાશ

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    એક કડાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું તથા હિંગ નો વઘાર કરો. હવે તેમાં વડી ઉમેરો અને ૧ મિનિટ જેવું સાંતળો. હવે તેમાં બધો મસાલો ઉમેરી દો,

  2. 2

    હવે તેમાં પાણી ઉમેરો અને પછી છાશ ઉમેરો. રસાને ઉકાળવા દો. ઉકળે એટલે તેમાં પાપડ ના કટકા કરી ને ઉમેરો અને મિક્સ કરી લો. ફરી ૨-૩ મિનિટ જેટલું ઉકાળવા દો.

  3. 3

    તૈયાર છે વડી-પાપડ નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Bhavsar
Unnati Bhavsar @unnatisfoodmagic
પર
Ahmedabad
By Profession I'm a Creative Web and Software Designer and Developer, I run my small IT firm.I love cooking and always excited for new experiments and innovative dishes 😋Follow for detailed video recipes on YouTube @unnatisfoodmagic
વધુ વાંચો

Similar Recipes