રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને 1/2 કલાક પલાળી રાખવા પછી ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકવું પાણી ઊકળે એટલે તેમાં ચોખા નાખવા તેમાં એક ચમચી તેલ નાખવું એટલે ભાત એકદમ છુંટો થશે
- 2
ભાત થયી જાય એટલે ગેસ બંધ કરી તેમાં ઠંડુ પાણી નાખી ઝારી વરા વાડકા માં ભાત કાઢી લેવા પછી એક વાડકા માં તેલ ગરમ કરવા મૂકવું તેમાં જીરું નાંખવું
- 3
પછી જીરું થયી જાય એટલે તેમાં સમારેલી ડુંગળી કેપ્સીકમ લીલાં મરચાં નાખી બરાબર હલાવી લો પછી તેમાં સમારેલા શાક નાખી. બરાબર મિક્ષ કરી લો
- 4
પછી તેમાં હળદર મીઠું નાખી બરાબર હલાવી લો પછી તેમાં ૨ ચમચી પાણી નાખી શાક ને ચડવા દો શાક ચડી જાય એટલે તેમાં ગરમ મસાલો નાખી બરાબર હલાવો પછી તેમાં ઓસવેલો ભાત તેમાં નાખી બરાબર મિક્ષ કરી લો
- 5
ભાત બરાબર મિક્ષ થયી જાય એટલે ૨ મિનિટ રાખી ગેસ બંધ કરી દો હવે તૈયાર છે ગરમા ગરમ ગ્રીન પુલાવ તેને દહીં સાથે સર્વ કરવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14853471



















ટિપ્પણીઓ (2)