કેસર ઈલાયચી મઠો(Kesar Elaichi Matho Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#KS6
આજે મેં કેસર ઇલાયચી મઠો બનાવ્યો છે ગરમીમાં ઠન્ડો અને મીઠો મઠો અને પૂરી મારા ઘર માં બધા ની પસંદ

કેસર ઈલાયચી મઠો(Kesar Elaichi Matho Recipe In Gujarati)

#KS6
આજે મેં કેસર ઇલાયચી મઠો બનાવ્યો છે ગરમીમાં ઠન્ડો અને મીઠો મઠો અને પૂરી મારા ઘર માં બધા ની પસંદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર ફૂલ ફેટ દૂધ
  2. 3 ચમચીછાશ મેળવણ માટે
  3. 1/2 વાટકીદળેલી ખાંડ
  4. 1/2 વાટકીમિક્સ ડ્રાય ફ્રુટ ની કતરણ
  5. થોડું કેશર
  6. 2 ઇલાયચી નો પાઉડર
  7. 3 ચમચીમલાઈ
  8. 1 ચમચીકોર્નફ્લોર
  9. ચપટીયલો ફૂડ કલર
  10. દેશી ગુલાબ ની પાંદડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને હુંફાળું ગરમ કરી છાશ નું મેળવણ ઉમેરી દહીં મેળવો

  2. 2

    દહીં જામી જાય એટલે કોટન કપડાં માં ગાળી લેવું અને પોટલી ને પાણી નીતરે ત્યાં સુધી ફ્રિજ માં જ રાખવું બહાર ખટાશ આવી જાય

  3. 3

    6 થી7 કલાક રાખોતો સરસ મસ્કો થશે હવે તેમાં ખાંડ મલાઈ દૂધ માં પલાળેલું કેશર ઇલાયચી પાઉડર ડ્રાય ફ્રુટ ની કતરણ કોર્ન ફ્લોર ઉમેરી સરખું મિક્સ કરો લેવું

  4. 4

    કોર્નફ્લોર ઉમેરવાથી મઠો સરસ બનશે પાણી નો ભાગ શોષાઈ જાય પણ ફરાળ માં લેવો હોય તો મિલ્ક પાઉડર ઉમેરવો

  5. 5

    હવે બધું સરખું ઉમેરી ગુલાબ ની પાંદડી ઉમેરી દેવી અને ડ્રાય ફ્રુટ ની કતરણ પણ ઉપર છાંટવી હવે ફ્રિજ માં થોડી વાર સેટ કરી ઉપયોગ માં લેવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes