ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)

ખસ્તા કચોરી ચાટ (Khasta Kachori Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા ના લોટ માં મીઠું, હાથે થી ક્રશ કરીને લીધેલ અજમો અને મુઠી પડતું મોણ નાખીને લોટ બાંધવો.આ લોટ પરોઠા નાં લોટ જેવો બાંધવાનો છે. બહુ ઢીલો કે કઠણ નહિ.આ લોટ ને ઢાંકી ને ૩૦ મીનીટ માટે રેસ્ટ આપો.
- 2
લોટ ને rest આપીએ ત્યાં સુધી માં સ્ટફિંગ માટે બટાકા બાફી લેવા. ડુંગળી અને લીલાં મરચાં ને ચોપર માં ક્રશ કરી લો.
- 3
- 4
સૂકાં ધાણા ને ૨ મીનીટ માટે શેકો અને તેમાં જ જીરૂ ઉમેરી ફરી જીરૂ ની શેકાવા ની સુગંધ આવે ત્યાં સુધી શેકો. ખંડણી દસ્તા વડે ખાંડી લો. અધકચરું વાટો. એ જ ગરમ પેન માં કસૂરી મેથી ને શેકી લો. ગેસ બંધ રાખવો. ગરમ પેન માં તરત જ શેકાઈ જાય છે. અને આ રીતે ઉમેરવાથી સ્વાદ ખૂબ સરસ આવે છે.
- 5
- 6
હવે એ જ પેન માં તેલ ગરમ કરો અને તેમાં ચપટી હિંગ ઉમેરી સમારેલાં મરચાં અને ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો. થોડું સંતળાઈ જાય એટલે તેમાં બધાં સૂકા મસાલા ઉમેરો અને હવે તેમાં હાથે થી જ મેશ કરી ને બાફેલાં બટાકાં ઉમેરવાના છે.
- 7
- 8
હવે બધું બરાબર મિક્સ કરો અને તેમાં ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. આ તૈયાર થયેલ મિશ્રણ ને ઠંડુ થવા દો.
- 9
હવે લોટ ને લઇ બરાબર મસળી તેમા થી એક લુવો લઇ તેને પૂરી ની સાઇઝ નું વણી લો. તેમાં આપડે તૈયાર કરેલ સ્ટફિંગ ભરી, પૂરી ને બધી બાજુ એ થી સીલ કરી લો.
- 10
સીલ કરતી વખતે લોટ વધારાનોહોય તો કાઢી લો અને તેને પાછું હાથે થી અથવા હળવા હાથે વેલણ થી વણી લો.
- 11
હવે તેને ગરમ તેલ માં મધ્યમ આંચ પર બંને બાજુ સરસ બ્રાઉન કલર ની થાય એવી તળી લો.(તેલ ચેક કરવા માટે એક નાનું લોટ નું પીસ મૂકી જોવું, જો તરત ઉપર આવે તો તેલ રેડી છે તળવા માટે)
- 12
આ રીતે બધી કચોરી તળી લેવી. હવે તેને સરવિંગ પ્લેટ માં કાઢી લો. તેના પર આંબલી ની ચટણી, તીખી લીલી ચટણી, મીઠું દહીં,સેવ, દાડમ અને ઝીણી સમારેલી ડુંગળી થી ગાર્નિશ કરી લો. આ ચાટ નાના મોટા સૌ કોઈને પસંદ આવે છે.
- 13
- 14
Top Search in
Similar Recipes
More Recipes






































ટિપ્પણીઓ (2)
#Week6 proper rite lakho tame