પંજાબી સ્ટાઈલ પરવળ નું શાક (Punjabi Style Parwar Sabji Recipe In Gujarati)

પરવલમાં પુષ્કળ રેસા હોય છે, જે પાચક શક્તિને મજબૂત બનાવે છે. આયુર્વેદ મુજબ જો ગેસની સમસ્યા હોય તો પરવલને સારવાર તરીકે અપનાવવામાં આવે છે.
100 ગ્રામ પરવલની છાલમાં 24 કેલરી હોય છે અને તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આયુર્વેદ મુજબ પરવલમાં ત્વચાના રોગો, તાવ અને કબજિયાતની સમસ્યાઓ દૂર કરવાના ઔષધીય ગુણો હોય છે ...તો મે આજે એની છાલ સહિત નો ઉપયોગ કરી પરવળ નું શાક બનાવ્યું છે..

રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ ને ધોઈને તેની છાલ કાઢી લેવી....
- 2
હવે એક મિક્સિ જાર માં પરવળ ની છાલ.શીંગ દાણા, કાજુ, કોથમીર, અને આઈસ ક્યૂબ એડ કરી પેસ્ટ કરવી...બોવ જીણું ના કરવું...
- 3
હવે પરવળ ના ચાર ટુકડા કરો (જરૂરી નઈ...આખા પણ ભરી શકાય) હવે પેસ્ટ ને એક પ્લેટ માં લઈ તેમાં તલ, બેસન, હળદર, મીઠું, લીલાં મરચાં ની આદુ લસણ ની પેસ્ટ ઉમેરો...
- 4
છીણેલું પનીર ઉમેરી..1 ચમચી તેલ નાખી બધું મિક્સ કરી લેવું...હવે પરવળ પણ મિશ્રણ માં મિક્સ કરી લેવા...કૂકર માં તેલ મૂકવું...
- 5
હવે આ મિશ્રણ ને તેલ માં ઉમેરો...2 મિનિટ સાત્રો...1 વાટકી પાણી ઉમેરી 3 સીટી લગાવી..તરત હવા કાઢી કૂકર ખોલી લેવું...જેથી ગ્રીન કલર રહે...હવે 1/8 કસૂરી મેથી...અને 1/8 ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લેવું...ગરમ ગરમ સર્વ કરો...ખુબ જ યુનિક ટેસ્ટ અને બધાને ભાવે એવું શાક રેડી થશે...
- 6
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (21)