લીલાં ચણાનો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

#GA4 #Week6
હલવો તો ઘણા પ્રકારનો બનાવી શકાય છે પરંતુ આ વખતે મેં લીલાં ચણાનો હલવો બનાવ્યો લીલાં ચણાને ફ્રીજરમાં સ્ટોર કરી શકાય છે. ખરેખર ખુબ જ સ્વાદિષ્ટ બન્યો છે. આ ઉપરાંત પ્રોટીનથી ભરપૂર હોય છે. ખાંડની જગ્યાએ ગાંગડા સાકરનો ઉપયોગ કર્યો છે . જેથી તેનો સ્વાદ અને મીઠાશ વધી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ - લીલાં ચણા
  2. ૨૦૦ ગ્રામ - ઘી
  3. ૨૦૦ ગ્રામ - ગાંગડા સાકર
  4. ૨૫૦ મીલી - દુધ
  5. ૭/૮ - કાજુ
  6. ૭/૮ - બદામ
  7. ૧૦/૧૨ - ‌પિસ્તા
  8. ૧૫/૨૦ - કીશમીશ
  9. ૮/૧૦ - ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ લીલાં ચણાને ધોઈને મિક્સરમાં પાણી નાખ્યા વગર ક્રશ કરી લેવાં.

  2. 2
  3. 3

    હવે એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરીને તેમાં લીલાં ચણાને ધીમા તાપે ૧૦ મીનીટ સુધી શેકવા.

  4. 4
  5. 5

    લીલાં ચણાનો માવો બરાબર શેકાય જાય એટલે તેમાં દુધ ઉમેરવું. દુધ શોષાઈ જાય પછી તેમાં ગાંગડા સાકરનો ભૂકો નાખીને બરાબર હલાવવું.

  6. 6
  7. 7

    સાકરની ચાસણી શોષાઈ જાય પછી ગેસ બંધ કરીને તેમાં ઈલાયચી, કાજુ, બદામ,પિસ્તા અને કીશમીશ નાખીને સર્વ કરવું.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

Similar Recipes