મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati)

Shivani Bhatt @shiv_2011
મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી (Mix Vegetable Gravy Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શાકભાજી સમારી લઇશું અને ખીચડી મિક્સ કરી ધોઈ લઈશું.કૂકર માં તેલ મૂકી ખડા મસાલા નાખીશું અને ધોઈને તૈયાર કરેલ ખીચડી નાખીશું.
- 2
ત્યારબાદ તેમાં સમારેલ શાકભાજી નાખીશું અને સ્વાદમુજબ મીઠું અને હળદર નાખીશું.
- 3
સારી રીતે મિક્સ કરી ૪ સિટી કરી લઈશું.તો આપણી ખીચડી બની ગઈ છે અને તેને હવે છાસ થી વઘારીશું.
- 4
એક કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું,રાઈ હિંગ નાખી લીમડો નાખીશું ત્યાર બાદ ડુંગળી,આદુ, લસણ નાખી સાતળી લઈશું અને પછી બધા મસાલા ઉમેરીશું.
- 5
હવે ગરમ મસાલો અને ખાંડ નાખી અને ૨ ગ્લાસ પાણી ને ૨ ગ્લાસ ખાટી છાસ નાખીશું.
- 6
ત્યાર બાદ સારી રીતે ઉકળવા દઈશું પછી તેમાં કોથમીર અને તૈયાર કરેલ ખીચડી નાંખીશું.
- 7
હવે સારી રીતે મિક્સ કરી ૫ મિનિટ ધીમે તાપે પકાવીસુ અને ફરી કોથમીર નાખીશું.
- 8
તો આપણી મિક્સ વેજિટેબલ ગ્રેવી ખીચડી તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14958352


























ટિપ્પણીઓ