રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડાને પાણી થી સાફ કરી ને ફીંગર શેપ માં કટ કરી લેવા.હવે તેમાં ચપટી મીઠું, લીંબુનો રસ,૧/૨ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર,૧ ટેબલસ્પૂન બેસન ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 2
ભીંડી ને સેલો ફ્રાય કરી લેવી.હવે પેન માં તેલ લઈ તેમાં જીરું ઉમેરી તે ગરમ થાય પછી તેમાં મીઠો લીમડો, હીંગ, લસણ મરચાં ક્રશ કરેલા, જીંજર પેસ્ટ ઉમેરીને સાંતળો.હવે તેમાં ડુંગળી, ટોમેટો પ્યુરી ઉમેરી પાંચ મિનિટ માટે સાંતળાય ત્યાં સુધી બેસન ની પેસ્ટ તૈયાર કરી લઇશું.
એક બાઉલમાં ૩-૪ ટેબલસ્પૂન પાણી લઈ તેમાં ૨ ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર, ચપટી હળદર,૧.૫ ટેબલસ્પૂન ધાણા જીરું પાઉડર,૧ ટેબલસ્પૂન ગરમ મસાલો,૧ ટેબલસ્પૂન બેસન ઉમેરી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરીશું.આ પેસ્ટ ને સબ્જી માં ઉમેરી લઇશું. - 3
હવે તેમાં તેલ છુટું પડે ત્યાં સુધી ઢાંકીને સાંતળી લેવું પછી તેમાં સેલો ફ્રાય કરેલ ભીંડી ઉમેરો.૧/૨ ગ્લાસ પાણી ઉમેરી ૧૦ થી ૧૫ મિનિટ માટે થવા દેવું. હવે દહીં અને કસ્તૂરી મેથી ઉમેરી મિક્સ કરી લેવું.ઉપર થી કોથમીર ગાર્નિશ કરી લો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ભીંડી મસાલા કરી.તેને પરાઠા,નાન સાથે સર્વ કરી શકાય છે.
Similar Recipes
More Recipes
- લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
- વેજ સ્પ્રીંગ રોલ (Veg.Spring Roll Recipe In Gujarati)
- પેરી પેરી નાચોસ (Peri Peri Nachos Recipe In Gujarati)
- હોટ ચોકલૅટ (Hot Chocolate Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ પનીર વેજ રવા ઈડલી રસમ ચટણી(Instant Paneer Veg Rava Idli Rasam Chutney Recipe In Gujarati)













ટિપ્પણીઓ (17)