ઇન્સ્ટન્ટ વેજ રવા ઈડલી(Instant Veg. Rava Idli Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_25728318

#EB
રવા ઈડલી જલ્દી બની જતી વાનગી છે. તેમાં મન ગમતા શાકભાજી નાંખી ને વેજ ઈડલી બનાવાય છે. સાથે સાંભાર, નારિયેળ ની ચટણી અને સોસ હોય તો, એક ટાઈમ નું જમણ બની જાય. બધા ને ગમી જાય એવા પોચા ને સરસ...

ઇન્સ્ટન્ટ વેજ રવા ઈડલી(Instant Veg. Rava Idli Recipe In Gujarati)

#EB
રવા ઈડલી જલ્દી બની જતી વાનગી છે. તેમાં મન ગમતા શાકભાજી નાંખી ને વેજ ઈડલી બનાવાય છે. સાથે સાંભાર, નારિયેળ ની ચટણી અને સોસ હોય તો, એક ટાઈમ નું જમણ બની જાય. બધા ને ગમી જાય એવા પોચા ને સરસ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મિનિટ
2 લોકો
  1. 1 કપજીણો રવો
  2. 1/2 કપથી થોડું ઓછું ફ્રેશ દહીં
  3. 2 ટે સ્પૂનખીસેલું ગાજર
  4. 1 ટે સ્પૂનએકદમ બારીક કાપેલું શિમલા મિર્ચ
  5. 3 ટે સ્પૂનક્રશ્ડ કરેલાં ફ્રેશ વટાણા
  6. 2 ટે સ્પૂનબારીક સમારેલી કોથમીર
  7. 4કળી લસણ, નાનો ટુકડો આદું, 3 લીલાં મરચાં ને મીક્ષી માં ગ્રાઇન્ડ કરીને લેવું
  8. 1 ટી સ્પૂનહલ્દી
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    એક મિક્સિગ બાઉલ માં રવો દહીં અને પાણી ને મિક્સ કરી લેવું.20 મિનિટ સાઈડ પર ઢાંકીને રાખવું. હવે તેમાં બધા શાક અને મસાલા નાંખી મિક્સ કરવા. મીઠું એડ કરવું. બેટર જાડું લાગે તો થોડું પાણી એડ કરીને ઈડલી જેવું બેટર તૈયાર કરવું.

  2. 2

    હવે ગેસ પર ઈડલી સ્ટેન્ડ નાં વાસણ માં પાણી રાખી ને પાણી ને ગરમ થવા દેવું.ઈડલી સ્ટેન્ડ ને તેલ થી ગ્રીસ કરવું. ઈડલી બેટર માં પિન્ચ ખાવાનો સોડા (બિલકુલ ઓપ્શનલ) નાંખી, હલાવી લેવું, જેથી સોડા એકટીવેટ થઇ જાય. હવે 1-1 ચમચી બેટર નાંખી બોઈલ કરવા મૂકવું. 10 મિનિટ માટે. 10 મિનિટ પછી ઈડલી તૈયાર થઇ જાશે. તો બાર કાઢી ને ઠંડુ થવા દેવું. ઠંડા થયા પછી ઈડલી આરામ થી સ્ટેન્ડ માંથી નીકળી જાશે. તેવી રીતે બીજું ઘાણ કરતી વખતે, બેટર માં હળદરમિક્સ કરીને પીળાં રંગ ની ઈડલી ઉતારવી.

  3. 3

    ગરમાગરમ ઈડલીને સર્વ કરો. તો તૈયાર છે ઝટપટ બની જતી રવા ઈડલી.. 😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asha Galiyal
Asha Galiyal @cook_25728318
પર

Similar Recipes