ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB
Week2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો કેરી ધોઈ ને એના કટકા કરી લેવા પછી તેમાં હળદર અને મીઠું નાખી ને એક દિવસ આખી રાત રાખી મુકવાની બીજા દિવસે તેને તડકો નો આવે એ રીતે તેને ખુલ્લા વાતાવરણ મા સુકવી દેવાની પાણી સુકાઈ જાય ત્યા સુધી રાખવાની
- 2
હવે આપણે સંભાર બનાવીશુ એમા સૌ પ્રથમ તો એક બાઉલમાં રાઈ ના કુરિયા,મેથી ના કુરિયા અને હિંગ લેવુ
- 3
હવે એક તપેલીમાં તેલ ગરમ કરી ઠંડુ થવા મુકી દેવું પછી ઠંડુ થયા બાદ તેને કુરિયા ની ઉપર રેડી દેવાનુ 1 કલાક રાખી પછી તેમાં મરચું એડ કરવાનુ પછી તેને હલાવી ને સરખુ મિક્સ કરી લો
- 4
હવે તેમાં કેરી ના ટુકડા એડ કરી ને ગોળ ને સમારી ને તેમા નાખી દેવા નો હવે તેને 2 દિવસ સુધી આમ જ રેવા દેવાનુ
- 5
હવે પછી ધાણા ના કુરિયા ને થોડા સેકી લેવાના અને થોડા ક્રશ કરી લેવાના પછી આપણે તેને તેમાં એડ કરશું અને વરિયાળી પણ તેમાં એડ કરશું.
- 6
હવે એકાદ દિવસ બાર રાખી સરખુ મિક્સ કરી કાચ ની બોટલ મા ભરી રાખવાનું આ ગોળ કેરી નુ અથાણું 1 વષઁ સુધી એક દમ સરસ લાલ ચટક ને સ્વાદિષ્ટ રહે છે
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ