ગોળ કેરીનું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)

#EB
આ અથાણું ગુજરાતી લોકો મા ખાસ બનતું હોય છે. આખું વર્ષ આ સાચવી ને રાખીએ તો એની મજા લૂંટી શકાય છે. અમારા ધરમાં અલગ અલગ અથાણાં બનતા જ હોય છે પણ આ ગોળ કેરી નું અથાણું બધાનું ખૂબજ પ્રિય છે.
#week2
#cookpadindia
#cookpadgujarati
#mango
ગોળ કેરીનું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB
આ અથાણું ગુજરાતી લોકો મા ખાસ બનતું હોય છે. આખું વર્ષ આ સાચવી ને રાખીએ તો એની મજા લૂંટી શકાય છે. અમારા ધરમાં અલગ અલગ અથાણાં બનતા જ હોય છે પણ આ ગોળ કેરી નું અથાણું બધાનું ખૂબજ પ્રિય છે.
#week2
#cookpadindia
#cookpadgujarati
#mango
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કેરીને ધોઈ અને છોલી ને નાના ટુકડા કરી લો. કેરીના ટુકડામાં હળદર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી એક ચીનાઈ માટીની અથવા કાચની બરણીમાં એક રાત માટે ઢાંકીને રાખો. કેરીના ગોટલા પણ સાથે અંદર ઉમેરી દો જેથી ખાટું પાણી થશે એટલે કેરીના ટુકડા સરસ અથાઈ જશે.
- 2
સવારે કેરીના ટુકડા ખાટા પાણી માં થી કાઢી ને એક ચારણીમાં નિતરવા મુકો. ખારેકના ટુકડા એક કલાક માટે પલાળવા મુકો. બાકીનું ખાટું પાણી સાચવી રાખો. બીજા અથાણાં આથવા માં કામ લાગશે.
- 3
કેરીના ટુકડા નીતરે ત્યાં સુધી ગોળકેરીનો મસાલો બનાવી લો.એક કડાઈમાં ૧/૨ કપ તેલનો વઘાર મૂકી ગરમ થાય એટલે હિંગ,રાઈના કુરિયા,ધાણા ના કુરિયા,વરિયાળી સાંતળો. અથાણાં નો મસાલો પણ ઉમેરી તરત ગેસ બંધ કરો.
- 4
સાંતળેલો મસાલો ઠંડો થાય પછી એક મોટા વાસણ માં કેરીના ટુકડા,ખારેકના ટુકડા, કાશ્મીરી મરચું પાઉડર અને તૈયાર કરેલ મસાલો મિક્સ કરી લો.બધા મસાલા તેમજ જરૂર લાગે તો મીઠું ઉમેરો આગળ આપણે કેરીના ટુકડામાં મીઠું ઉમેર્યું હતું એ ધ્યાનમાં રાખવાનું છે. હવે છીણેલો ગોળ ઉમેરી દો. હવે મિક્સ કરી લો.
- 5
ગોળનું પ્રમાણ કે મરચું પાઉડર નું પ્રમાણ પોતાના સ્વાદ મુજબ ફેરફાર કરી શકો. (ગોળની સાથે ખાંડ પણ લઈ શકો જો ખાંડ પણ વાપરવી હોય તો ૭૦૦ ગ્રામ ગોળ અને ૩૦૦ ગ્રામ ખાંડ લઈ શકો.) રસો વધારે જોઈતો હોય તો ૧/૨ વાટકી ખાટું પાણી ઉમેરી શકો છો.
આ બધું જ મિશ્રણ મિક્સ કરી એક મોટા તપેલા માં રાખી ઉપર ચારણી ઢાંકી જ્યાં તડકો આવતો હોય એવી જગ્યા પર એક થી બે દિવસ રાખો જેથી ગોળ ઓગળીને સરસ રસો થાય એને ચમચા વડે હલાવતા રહો. - 6
હવે આપણું ગોળકેરીનું અથાણું તૈયાર છે. અથાણાં ને એક કાચની બરણીમાં ભરી લો. આ અથાણું આખું વર્ષ સરસ રહે છે. એક સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ટોસ્ટ પેસ્ટ્રી (Instant Toast Pastry Recipe In Gujarati)
- ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman Recipe In Gujarati)
- નટેલા પીનટ બટર વોલનટ કૂકીસ (Nutella Peanut Butter Walnut Cookies)
- ઈટાલીયન પીઝા સોસ અને ઈન્ડીયન પીઝા સોસ(Italian Pizza Sauce / Indian Pizza Sauce Recipe In Gujarati)
- કીવી મોહીતો (Kiwi Mojito Recipe In Gujarati)





ટિપ્પણીઓ (15)