કાલા જાંબુ (Kala Jamun Recipe In Gujarati)

કાલા જાંબુ (Kala Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ માવાને મસળી એમાં પનીર છીણી એમાં મેંદો અને બેકિંગ સોડા તેમજ જરૂર મુગબ દૂધ ઉમેરી બરાબર મસળીને એક રોટલીના લોટ જેવો લોવો ત્યાર કરવો.
- 2
ત્યાર કરેલા મિશ્રણ માંથી 2-3 ચમચી મવો લઈ એમાં કાજુ બદામ નો ભૂકો અને કેસર વાળું થોડું દૂધ ઉમેરી એમાં થી નાના નાના બોલ્સ બનાવવા.
- 3
ત્યાર બાદ ત્યાર કેલ માવના મિશ્રણ માંથી એક સરખા ભાગ કરી હાથ પર નાની રોટલી જેવું થાપી એમાં કેસર વાળા બોલ્સ મૂકી એક સરખું ગોળ બોલ્સ બનાવી લેવા. બોલ્સ માં તિરાડ રહેવી જોઈએ નહીં. ત્યાર બાદ મીડિયમ ગરમ ઘી અથવા તેલમાં દરેક બોલ્સ થોડા ડાર્ક બ્રાઉન રંગના તળી લેવા. થોડા ઠડાં થવા દેવા.
- 4
ત્યાર બાદ એક પેનમાં ખાંડ ડૂબે એટલું પાણી અને ખાંડ ઉમેરી એક તારથી થોડી ઓછી ચાસણી બનાવવી ખાંડ પાણીમાં મિક્સ થઇ જાય પછી એમાં ચપટી લીબું ના ફુલ ઉમેરવા તેમજ થોડું કેસર વાળું દૂધ ઉમેરવું.ચાસણી બની ગયા પછી એમાં તળેલા ગુલાબ જાંબુ ઉમેરી 40-45 મિનીટ રહેવા દેવા. જેથી એ ખીલી ને મોટા થાય અને એમાં ચાસણી અંદર સુધી જાય. પછી એને 1 કલાક માટે ફીજ માં ઠડાં કરવા મુકવા.
- 5
ત્યારે છે આપણા કાલા જાંબુ આને તમે સ્વીટ તરીકે કે પછી
ડેઝ્ટ તરીકે પણ સવ કરી શકો છો.(આને તમે ગરમ પણ સવ કરી શકો છો)
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ