દિલ્હી આલુ ટિક્કી ચાટ(Delhi Aloo Tikki Chaat Recipe In Gujarati)

#PS
આ ડીશ દિલ્હીની ફેમસ ચાટ છે.જેમાં સ્ટફિન્ગ માં મૂંગદાળનું મિશ્રણ ઉમેરીને બનાવી છે અને કોથમીર ચટણી, આંબલી ચટણી,દહીં,સેવ, દાડમથી ગાર્નીશિંગ કરીમે સર્વ કરવામાં આવે છે. આ છત માં બટાકાની ટિક્કીને ઘી માં ફ્રાય કરવામાં આવે છે જેનાથી ટિક્કી ટેસ્ટી લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકાને છીણીને તેમાં મીઠું, શેકેલું જીરું પાઉડર અને કોર્નફ્લોર મિક્સ કરો.
- 2
એક વાસણમાં દહીં વલોવીને મીઠું ઉમેરી લો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરી, જીરું અને હિંગ ઉમેરી બાફેલી મૂંગદાળ નાખીને મિક્સ કરીને 2 મિનિટ મદયમ આંચે સાંતળી લો.
- 4
ત્યારબાદ તેમાં લાલ મરચું,મીઠું લીલા મરચા અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંદ કરી મિશ્રણને એક પ્લેટમાં કાઢી લો. સ્ટફિન્ગ તૈયાર છે.
- 5
ઘી વાળા હાથ કરી,બટાકાના મિશ્રણમાંથી થોડું મિશન હાથમાં લઈ દબાવીને વચ્ચે 1 વચ્ચે સ્ટફિન્ગ મૂકી ગોળ બોલ બનાવી સહેજ દબાવીને ટિક્કી (કટલેસ) જેવું બનાવી લો. (જો ટિક્કીમાંથી સ્ટફિન્ગ બહાર પણ નીકળી જાય તો પણ ચાલે)
- 6
એક પણમાં ઘી ગરમ કરી બનાવેલી ટીકકીને બંને બાજુએથી સોનેરી રંગ થાય ત્યાં સુધી મદયમ આંચે શેલો ફ્રાય કરીને ટીશું પેપર પર કાઢી લો.
- 7
સર્વિગ પ્લેટમાં ફ્રાય કરેલ ટિક્કી મૂકી તેના પર ફેટેલું દહીં, આમલીની ચટણી, કોથમીરની ચટણી, સેવ અને દાડમના તાજા દાણાથી ગાર્નીશિંગ કરી સર્વ કરો.
- 8
તૈયાર છે દિલ્હી આલુ ટિક્કી ચાટ.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (18)