આચારી મિક્સ સબ્જી (Aachari Mix Sabji Recipe In Gujarati)

આજે આપણે બનાવીશું આચારી રીંગણ, બટાકા અને ટામેટાં ની મિક્સ સબ્જી.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ બની જાય છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
આચારી મિક્સ સબ્જી બનાવવા માટે સૌ પ્રથમ એક મોટા બાઉલમાં પાણી ઉમેરીને રીંગણ,બટાકા સમારી લો. પાણીમાં રાખવાથી રીંગણ બટાકા કાળા નહિ પડે.હવે એક કડાઈમાં તેલ ઉમેરો. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ ઉમેરો. રાઈ તતડી જાય એટલે જીરું ઉમેરો. જીરું શેકાઈ જાય એટલે લસણ અને લીલા મરચા ઉમેરો. હવે સમારેલા રીંગણ બટાકા ઉમેરો.
- 2
હવે એક પછી એક બધા મસાલા ઉમેરો. હવે આચારી મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું બરાબર મિક્ષ કરી લો. હવે આમાં ૧ કપ પાણી ઉમેરો.
- 3
હવે ૨ ચમચી ગોળ ઉમેરી બધું બરાબર મિક્સ કરીને ૧૦ મિનિટ ઢાંકીને ધીમી આંચ પર શાકને ચઢવા દો. ૧૦ મિનિટ પછી ઢાકણ ખોલીને સમારેલા ટામેટા ઉમેરો. હવે ફરીથી બધું બરાબર મિક્સ કરીને ટમેટાને ૪-૫ મિનિટ થવા દો. જેથી ટામેટાં શાક માં બરાબર ચડી જાય. આપણી આચારી મિક્સ સબ્જી બનીને તૈયાર છે.
- 4
હવે આચારી સબ્જી ને એક બાઉલમાં સર્વ કરો. હવે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરો. આ સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ