રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

વિરાજ ભાઈ ની રેસિપિ જોઈ મેં રાજમાં ચાવલ બનાવ્યા છે...
રાજમા ગુણકારી તો બહુ અને ચાવલ સાથે ખાવાની તો મજા જ પડી જાય..
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
વિરાજ ભાઈ ની રેસિપિ જોઈ મેં રાજમાં ચાવલ બનાવ્યા છે...
રાજમા ગુણકારી તો બહુ અને ચાવલ સાથે ખાવાની તો મજા જ પડી જાય..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા રાજમા ને ૬-૭ કલાક પલાળી લો. પછી એક કૂકરમાં લવિંગ,તજ,ઈલાયચી મૂકી અને રાજમા ને બાફી લો. અને પછી તેમાંથી બધા ખડા મસાલા કાઢી લો.
- 2
એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. તેમાં જીરું ઉમેરો અને તતળે એટલે ડુંગળી નાખી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. અને પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો અને સાંતળો.
- 3
પછી તેમાં હળદર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલા,ધાણાજીરું પાઉડર,મરી પાઉડર નાખી બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં ટોમેટો પલ્પ નાખી બરાબર હલાવી લો...
- 4
પછી તેમાં બાફેલા રાજમાનું પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી તેમાં બાફેલા રાજમા ઉમેરીને મિક્સ કરી લો. અને તેને ૬-૭ મિનિટ ઢાંકીને ધીમી આંચ પર રહેવા દો.
- 5
પછી ઉપરથી લીંબુ રસ અને કોથમીર નાખીને મિક્સ કરી ગરમ ગરમ ચાવલ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ