રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#Viraj
#cookpadgujarati

વિરાજ ભાઈ ની રેસિપિ જોઈ મેં રાજમાં ચાવલ બનાવ્યા છે...

રાજમા ગુણકારી તો બહુ અને ચાવલ સાથે ખાવાની તો મજા જ પડી જાય..

રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)

#Viraj
#cookpadgujarati

વિરાજ ભાઈ ની રેસિપિ જોઈ મેં રાજમાં ચાવલ બનાવ્યા છે...

રાજમા ગુણકારી તો બહુ અને ચાવલ સાથે ખાવાની તો મજા જ પડી જાય..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧ વ્યક્તિ
  1. ૧/૨ કપરાજમા
  2. ૧ કપરાંધેલા ભાત
  3. તજ
  4. લવિંગ
  5. કાળી ઈલાયચી
  6. તમાલપત્ર
  7. ૩ ટે સ્પૂનઘી
  8. ૧/૨ ટી સ્પૂનજીરું
  9. ૧ નંગનાની સમારેલી ડુંગળી
  10. ૧/૨ ટી સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  11. ૧/૨ ટે સ્પૂનધાણાજીરું પાઉડર
  12. ૧/૪ ટી સ્પૂનહળદર
  13. ૧/૨ ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  14. ૧/૪ ટે સ્પૂનગરમ મસાલા
  15. ૧/૪ ટી સ્પૂનમરી પાઉડર
  16. ૧ નંગટામેટાનો પલ્પ
  17. મીઠું સ્વાદાનુસાર
  18. લીંબુનો રસ
  19. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલા રાજમા ને ૬-૭ કલાક પલાળી લો. પછી એક કૂકરમાં લવિંગ,તજ,ઈલાયચી મૂકી અને રાજમા ને બાફી લો. અને પછી તેમાંથી બધા ખડા મસાલા કાઢી લો.

  2. 2

    એક પેનમાં ઘી ગરમ કરવા મુકો. તેમાં જીરું ઉમેરો અને તતળે એટલે ડુંગળી નાખી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. અને પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો અને સાંતળો.

  3. 3

    પછી તેમાં હળદર,લાલ મરચું પાઉડર,ગરમ મસાલા,ધાણાજીરું પાઉડર,મરી પાઉડર નાખી બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં ટોમેટો પલ્પ નાખી બરાબર હલાવી લો...

  4. 4

    પછી તેમાં બાફેલા રાજમાનું પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી તેમાં બાફેલા રાજમા ઉમેરીને મિક્સ કરી લો. અને તેને ૬-૭ મિનિટ ઢાંકીને ધીમી આંચ પર રહેવા દો.

  5. 5

    પછી ઉપરથી લીંબુ રસ અને કોથમીર નાખીને મિક્સ કરી ગરમ ગરમ ચાવલ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes