બાફીયા ગુંદા નુ અથાણું (Bafiya Gunda Athanu Recipe In Gujarati

Kajal Mankad Gandhi @cook_26378136
બાફીયા ગુંદા નુ અથાણું (Bafiya Gunda Athanu Recipe In Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા માંથી ઠળિયા કાઢી ને ગરમ પાણી માં મીઠું નાખીને બાફી લેવા.
- 2
ત્યાર બાદ 250 ગ્રામ કેરી ના કટકા કરી હળદર મીઠું નાખી ને સૂકવી લેવી. અને બાકી ની કેરી નું છીણ કરી લેવું.
- 3
હવે અથાણાં ના મસાલા માં કેરી નું છીણ નાખી ને મિક્સ કરી ને બાફેલા ગુંદા માં ભરી લેવું. અનેં વધેલા મસાલા માં કેરી ના કટકા નાખી ને બધું બરાબર હલાવી ને સાફ બરણી માં ભરી લેવું.
- 4
એક દિવસ એમ ને એમ રાખી ને બીજે દિવસે તેમાં અથાણું ડૂબે તેટલું ગરમ કરી ને ઠંડુ પડેલું તેલ રેડી દેવું.અને 3 4 દિવસ સુધી એમ ને એમ બંધ રાખી ને પછી આ અથાણાં ને ખાવા ના ઉપયોગ માં લેવું..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15100370



ટિપ્પણીઓ (3)