નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

#GA4
#Week12
#Cookpadindia
ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણ
મેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે.
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4
#Week12
#Cookpadindia
ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણ
મેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચણા નો લોટ લેવો તેમાં ખાંડ, મીઠું,અને દહીં ઉમેરી હલાવી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી હલાવી બરાબર મીક્સ કરી ખીરું તૈયાર કરો તેને ૧૦ મિનિટ માટે ઢાંકી ને સાઈડ પર રાખવું.
- 2
એક ઢોકળિયા માં પાણી ગરમ કરવા મુકવી થાળી માં તેલ લગાવી ગૃસ કરી ઢોકળિયા માં મુકવી.હવે ખીરા માં ઈનો ઉમેરી ઉપર ૧ ચમચી પાણી રેડી ખીરા ને બરાબર હલાવવું ખીરું હલકું પડી જશે એને તરત જ ઢોકળિયા માં મુકેલી થાળી માં રેડી ને ઢાંકી ને ૧૦-૧૨ મિનિટ થવા દેવું.
- 3
- 4
ખમણ થઈ જાય એટલે તેને બહાર કાઢી બીજી થાળી માં ઉંધી પાડી કાઢી લેવી.એક પેન માં તેલ લઈ ગરમ મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી તતડે એટલે તેમાં લીમડા ના પણ,સમારેલાં લીલા મરચાં ઉમેરવા ત્યારબાદ તેમાં ખાંડ અને પાણી ઉમેરી હલાવી ઉકળવા દેવું પછી એ વઘાર ને ખમણ વાળી થાળી માં ફરતે રેડી દેવું.
- 5
- 6
કાપા પાડી ઉપર લીલા ધાણા ભભરાવી તેને સર્વ કરવા.તો તૈયાર છે બધા ને ભવતા નાયલોન ખમણ.
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (8)