કેજન પોટેટો (Cajuns Potato Recipe In Gujarati)

#Viraj
#cookpadgujarati
કાજૂન (કેજન) પોટેટો
આ રેસિપિ મારી અને મારી દીકરીની favorite થઈ ગઈ છે... હજી વરસાદ માં આવશે ત્યારે તો બહુ જ મજા આવશે આ વાનગીને ખાવાની...
ચીલી ફ્લેક્સ,પેરી પેરી, મિક્સ હર્બ,મેયોનિઝ ને મિક્સ કરી જે સોસ બને એને કેજન સોસ કહેવાય છે અને તમે આમાં પણ થોડા ટ્વિસ્ટ સાથે બનાવી શકો છો.
નોંધ: આ વાનગી બટાકાની છાલ સાથે બને છે એટલે બટાકાને બરાબર ધોઈને સાફ કરી લેવા.

રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બરાબર ધોઈને જ બાફવા મુકો. કેમ કે આ વાનગીમાં બટાકાની છાલ કાઢવાની નથી. ૨ થી 3 વહીસલ લગાવો. એ મૂક્યા બાદ એક બાઉલમાં મેંદો અને કોર્ન ફ્લોરની સ્લરી બનાવો.
- 2
પછી એક બાઉલમાં મેયોનિઝ, ચિપોટલે સોસ,ચીલી ફ્લેક્સ,મિક્સ હર્બ,મીઠું અને પેરી પેરી મસાલા લઈ મિક્સ કરી લો અને જરૂર મુજબ થોડું પાણી નાખી સેમી લિકવિડ કેજન સોસ બનાવી લો.
- 3
કુકર ઠંડુ પડે એટલે બટાકા ને કાઢી લઈ ૨ થી ૩ મિનિટ ઠંડા પડવા દો. પછી તેને ચોપિંગ બોર્ડ પર લઈ એક ચમચો અથવા હાથની મદદ થી દબાવી દો. બટાકાની છાલ કાઢવી નહિ.
- 4
તેલ ગરમ કરવા મુકો. બટાકાને મેંદાની સ્લરીમાં ડીપ કરીને ધીમી આંચ પર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તેને સર્વિંગ પ્લેટ માં લઇ લો. આપણે બનાવેલા કેજન સોસથી એ બટાકાને તૈયાર કરો અને તેના પર પેરી પેરી પાઉડર, ડુંગળી અને ધાણા થી ગાર્નિશીંગ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)