ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)

ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ઢોકળી બનાવવા માટે સૌપ્રથમ ગવાર ને સારી રીતે ધોઈને એના મીડીયમ સાઇઝમાં સમારી લો. હવે એક કુકરમાં તેલ રેડો તેલ ગરમ થઇ જાય એટલે રાઈ,જીરૂ અને અજમો ઉમેરો. રાઈ તતડી જાય એટલે લસણ લીલા મરચાને કળી પત્તા ઉમેરો. મસાલો શેકાઈ જાય એટલે ટામેટાં ઉમેરો.
- 2
હવે ગવાર ઉમેરો. હવે એક પછી એક બધા મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે ૨ કપ પાણી અને ખાંડ ઉમેરીને બધું બરાબર મિક્ષ કરી લો. હવે પાણીને ઉકળવા દો. હવે ઢોકળી નો લોટ બાંધો.
- 3
હવે એક કથરોટમાં ઘઉંનો લોટ લો. હવે એમાં બધા મસાલા અને અજમો ઉમેરો. હવે ૧ ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. હવે લોટના લૂઆ કરો. હવે એક લૂઓ લઇનેેે આડની ઉપર વણી લો. અને ચપ્પુ વડે સ્ક્વેર સેપ માં કાપી લો.
- 4
હવે ઢોકળી માટે પાણીઉકળી ગયું છે. હવે આમાં એક - એક પીસ ઉમેરો. હવે ફરીથી બધું બરાબર મિક્સ કરીને કુકરનું ઢાંકણું બંધ કરી ને ૪ સીટી વગાડી લો. ગરમાગરમ ગવાર ઢોકળી નુ શાક સર્વ કરવા માટે તૈયાર છે. હવે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરો. આ ગવાર ઢોકળી નું શાક તમે રોટલી, ભાખરી, થેપલા અને ભાત સાથે સર્વ કરી શકો છો. આ શાક નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવે છે. અને ઢોકળી માં ૧ચમચી સિંગતેલ ઉમેરીને સર્વ કરવાથી ઢોકળી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (2)