ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)

Nayana Pandya
Nayana Pandya @nayana_01

આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.
#EB
#week5

ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)

આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.
#EB
#week5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ સર્વિંગ્સ
  1. બાઉલ સમારેલી ગવાર (૨૦૦ ગ્રામ)
  2. ૨ નંગટામેટા
  3. ૧ ચમચીક્રશ કરેલું લસણ
  4. ૨ નંગઝીણા સમારેલા લીલા મરચાં
  5. ૭-૮ કળી પત્તા
  6. ૧ ચમચીરાઈ
  7. ૧ ચમચીઅજમો
  8. ૧ ચમચીજીરૂ
  9. ૧ કપઘઉંનો લોટ
  10. ૪ ચમચીતેલ
  11. ૧ ચમચીહળદર
  12. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  13. ૧ ચમચીધાણાજીરૂ
  14. ૧/૨ ચમચીગરમ મસાલો
  15. ૧ ચમચીખાંડ
  16. ૨ ચમચીશીંગદાણા
  17. સ્વાદ અનુસારમીઠું
  18. ઝીણા સમારેલા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    દાળ ઢોકળી બનાવવા માટે સૌપ્રથમ ગવાર ને સારી રીતે ધોઈને એના મીડીયમ સાઇઝમાં સમારી લો. હવે એક કુકરમાં તેલ રેડો તેલ ગરમ થઇ જાય એટલે રાઈ,જીરૂ અને અજમો ઉમેરો. રાઈ તતડી જાય એટલે લસણ લીલા મરચાને કળી પત્તા ઉમેરો. મસાલો શેકાઈ જાય એટલે ટામેટાં ઉમેરો.

  2. 2

    હવે ગવાર ઉમેરો. હવે એક પછી એક બધા મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે ૨ કપ પાણી અને ખાંડ ઉમેરીને બધું બરાબર મિક્ષ કરી લો. હવે પાણીને ઉકળવા દો. હવે ઢોકળી નો લોટ બાંધો.

  3. 3

    હવે એક કથરોટમાં ઘઉંનો લોટ લો. હવે એમાં બધા મસાલા અને અજમો ઉમેરો. હવે ૧ ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો. હવે લોટના લૂઆ કરો. હવે એક લૂઓ લઇનેેે આડની ઉપર વણી લો. અને ચપ્પુ વડે સ્ક્વેર સેપ માં કાપી લો.

  4. 4

    હવે ઢોકળી માટે પાણીઉકળી ગયું છે. હવે આમાં એક - એક પીસ ઉમેરો. હવે ફરીથી બધું બરાબર મિક્સ કરીને કુકરનું ઢાંકણું બંધ કરી ને ૪ સીટી વગાડી લો. ગરમાગરમ ગવાર ઢોકળી નુ શાક સર્વ કરવા માટે તૈયાર છે. હવે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરો. આ ગવાર ઢોકળી નું શાક તમે રોટલી, ભાખરી, થેપલા અને ભાત સાથે સર્વ કરી શકો છો. આ શાક નાના તથા મોટા બધાને ખૂબ જ ભાવે છે. અને ઢોકળી માં ૧ચમચી સિંગતેલ ઉમેરીને સર્વ કરવાથી ઢોકળી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

Similar Recipes