ડાયેટ ખાટું અથાણું (Diet Khatu Athanu Recipe In Gujarati)

Tanha Thakkar @Ra_sa1406
તેલ વગર પણ અથાણાં ને આખા વર્ષ માટે રાખી શકાય છે.
ડાયેટ ખાટું અથાણું (Diet Khatu Athanu Recipe In Gujarati)
તેલ વગર પણ અથાણાં ને આખા વર્ષ માટે રાખી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને સારી રીતે ધોઈ લુછી લો. હવે તેની છાલ સાથે નાનાં ટુકડા કરો.
- 2
હવે એક મોટા વાસણમાં તે ટુકડા નાખી તેમાં હળદર અને મીઠું નાખી હલાવો. તેને ઢાંકી ને ૨૪ કલાક સુધી રહેવા દો.
- 3
બીજા દિવસે સવારે તેમાં થી હળદર મીઠું નું પાણી કાઢી લો.એક કાણાં વાળા ટોપ માં મુકી વધારા નું પાણી નિકળી જાય ત્યાં સુધી રહેવા દો. પછી એક મોટા કપડાં માં તે ટુકડા પાથરી દો.અને કોરાં થવા દો.
- 4
બીજા દિવસે મોટાં વાસણમાં કાઢી લો.હવે તેમાં અથાણાં નો મસાલો નાખી હલાવો અને ઢાંકી ને ૨ દિવસ સુધી રહેવા દો.જેથી મેથી સારી રીતે ભળી. અને ફુલી જાય.
- 5
૨ દિવસ પછી તેને કાચ ની બોટલ માં ભરી લો અને ફિજ માં મુકી દો. તૈયાર છે સ્વાદિષ્ટ ડાયેટ અથાણું.. વધારે તેલ વાપરવાં ની ઝંઝંટ વગર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15200030















ટિપ્પણીઓ (2)