ડુંગળી ની ચટણી (Onion Chutney Recipe In Gujarati)

પીઝા સોસ , ચીઝ ડીપ, મેયો ને પણ ભુલી જાય એવી મલ્ટી પર્પઝ ચટણી... ૮થી૧૦ દિવસ સુધી ફિજ માં મુકી સ્ટોર કરી શકાય. ઢોંસા ઈડલી સેન્ડવીચ બટાકા ના શાક માં પણ વપરાય તેવી. ડબલ વઘાર ની આ ચટણી ખુબ જ ટેસ્ટી લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ૨ ચમચી તેલ લઇ તેમાં ચણા અને અડદની દાળ નાખી હલાવો અને ધીમા તાપે સાંતળો. પછી તેમાં ડુંગળી, સુકાં કાશ્મીરી લાલ મરચા, ૫/૬ લીમડાના પાન, લસણ, નાખી ડુંગળી નો રંગ સાધારણ બદલાય ત્યાં સુધી સાંતળો.
- 2
હવે તેને ઠંડુ થવા દો પછી મિક્સરમાં પીસી લો અને પેસ્ટ તૈયાર કરો.
- 3
હવે ફરી એક કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું, લીંબુ નો રસ, કાશ્મીરી લાલ મરચું,અડદની દાળ અને હિંગ, મીઠું સ્વાદ અનુસાર લીમડાના પાન નાખી હલાવો.. હવે તૈયાર કરેલ પેસ્ટ ને તેમાં નાખી હલાવો.
- 4
હવે તેને ઢાંકી ને ૨ મિનિટ માટે રહેવા દો. તેમાં થી તેલ છુટું પડે ત્યાં સુધી રહેવા દો.૨ મિનિટ પછી તેલ છૂટું પડી ગયું હોય તો તેને ઠંડુ થવા દો અને કાચ ની બોટલ માં ભરી લો અને ફિજ માં મુકી દો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ