તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં બનાવી..
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં બનાવી..
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઇમાં તલ,વરીયાળી,સૂકા ધાણાને શેકી લેવા. તેને અલગ કાઢી તે જ કડાઇમાં મરી,તજ,લવિંગ ને પણ સરસ શેકી લેવા.તે જ રીતે શીંગદાણા શેકી લેવા. બધું ઠંડું થવા દેવું.
- 2
એક બાઉલમાં મેંદો લઇ તેમાં ઘી અને મીઠું નાખી કઠણ મુલાયમ લોટ બાંધવો. લોટ ઢીલો ના બંધાય તેનું ધ્યાન રાખવું. 1 ચમચી મેંદો અલગ કાઢી તેની સ્લરી કે લઇ બનાવવી. લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપવો. પછી તેના નાની પૂરી બને તેવા 25-30 લૂઆ કરી લેવા.
- 3
એક મિક્સર જારમાં મરી,તજ,લવિંગને ઝીણા પીસવા. તેમાં તલ,વરિયાળી,ધાણા નાખી ફરી પીસવું.
- 4
પછી તેમાં જ શીંગદાણા,ખાંડ,મીઠું,લાલ મરચું,હળદર,ધાણાજીરુ,સંચળ પાઉડર,ગરમ મસાલો નાખી છેલ્લી વાર પીસી લેવું. સરસ ઝીણો ભૂકો કરવો. આ પાઉડર ને એક બાઉલમાં કાઢી લેવો.
- 5
હવે તે જ મિક્સર જારમાં સેવ અને ગાંઠીયા ને ઝીણા અધકચરા રહે તેવા પીસી લેવા. અને તેને પીસેલા મસાલામાં ઉમેરી દેવા.
- 6
એક કઢાઇમાં1 ચમચી તેલ ગરમ કરી તેમાં ચપટી હીંગ નાખી 2 ટેબલ સ્પૂન જેટલો આમલીનો પલ્પ ઉમેરવો. હલાવી ગેસ બંધ કરી બનાવેલો મસાલો તેમાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવો. ઘુઘરાનો મસાલો તૈયાર છે.
- 7
એક લૂઓ લઇ પાતળી પૂરી વણી કાંટાથી પ્રીક કરવી. અડધા ભાગમાં 1 ચમચી જેટલો મસાલો મૂકી કિનારી પર થોડીક સ્લરી લગાવી પૂરી બંધ કરવી. અને કિનારી પર કાંગરી કરી લેવી. જેથી ઘુઘરો સીલ થાય અને સરસ ડિઝાઇન બને. બધા ઘુઘરા આ રીતે તૈયાર કરી લેવા.
- 8
તેલ ગરમ મૂકી બિલકુલ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. તીખા ઘુઘરા તૈયાર છે. 8-10 દિવસ સુધી સારી રહે છે.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ