મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#RC1
મોતીચૂર લાડુ નરમ હોય છે.જે નાનાં કાણાં નાં ઝારા માંથી બનાવવા માં આવે છે.બધાં પાસે આ ઝારો ન હોય તો પણ સરળતાં થી ઘરે બનાવી શકાય છે.અહીં ચણા ના દાળ માંથી બનાવ્યાં છે.ખુબ જ ઓછી મહેનત અને સરળતા થી બને છે.

મોતીચૂર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)

#RC1
મોતીચૂર લાડુ નરમ હોય છે.જે નાનાં કાણાં નાં ઝારા માંથી બનાવવા માં આવે છે.બધાં પાસે આ ઝારો ન હોય તો પણ સરળતાં થી ઘરે બનાવી શકાય છે.અહીં ચણા ના દાળ માંથી બનાવ્યાં છે.ખુબ જ ઓછી મહેનત અને સરળતા થી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1/2 કપચણા ની દાળ
  2. 1/2 કપખાંડ
  3. 1/3 કપપાણી(ચાસણી માટે)
  4. 1 કપઘી (તળવાં માટે)
  5. ચપટીપીળો ફૂડ કલર
  6. 1/4 ચમચીઇલાયચી પાઉડર
  7. 2-3 ચમચીકિસમીસ
  8. 1/2 ચમચીપિસ્તા
  9. 1/2 ચમચીકાજુ
  10. 1/2 ચમચીમગજતરી નાં બી
  11. 1/2 ચમચીલીલા મગજતરી નાં બી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણા ની દાળ ને 2 વખત ધોઈ 5-6 કલાક પલાળવી...બાદ ગ્રાઈન્ડર માં કોરી જ કરકરી પીસી લો.

  2. 2

    પેન માં ઘી ગરમ કરવા મૂકો. હાથે થી થેપી થેપલી તૈયાર કરો.

  3. 3

    મિડીયમ તાપે તળવું...ઠંડું થવા દો.તે પેન માં કિસમીસ, કાજુ-પિસ્તા ઘી માં શેકી લો.

  4. 4

    મગજતરી નાં બી શેકવાં. પેન માં ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી દોઢ તાર ની બનાવવી.

  5. 5

    ચાસણી માં પીળો ફૂડ કલર ઉમેરી મિક્સ કરો.થેપલી ને ગ્રાઈન્ડર માં કરકરુ પીસી લો.

  6. 6

    ચાસણી માં ઇલાયચી પાઉડર ઉમેરો.બાદ પીસેલું ઉમેરી મિક્સ કરો. લચકા જેવું લાગશે. 1-2 કલાક ઢાંકણ ઠાંકી દો.ચાસણી બધું પી જશે.

  7. 7

    2 ચમચી ઘી ઉમેરી મિક્સ કરો. સૂકામેવા મિક્સ કરો. ઘી વાળો હાથ કરી લડુ બનાવવાં.

  8. 8

    ઉપર થી પિસ્તા નો ભૂકો અને કાજુ થી ગાર્નિસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes