તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

jigna shah
jigna shah @jigna_2701

આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં બનાવી..

તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં બનાવી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લોટ બાંધવા માટે
  2. 1 કપમેંદો
  3. 1/4 tspમીઠું
  4. 1+1/2 ટેબલ સ્પૂન ઘી
  5. સ્ટફીંગ માટે
  6. 1/2 કપભાવનગરી ગાંઠિયા
  7. 1/2 કપરતલામી સેવ
  8. 1tbspશેકેલા શીંગદાણા
  9. 2 tbspતલ
  10. 1 tbspસૂકા ધાણા
  11. 1 tbspવરિયાળી
  12. 12/15કાળા મરી
  13. 1તજ નો ટુકડો
  14. 3-4લવિંગ
  15. 2 tbspખાંડ
  16. 1/4 tspમીઠું
  17. 2 tbspલાલ મરચું
  18. 1 tspધાણા જીરું
  19. 1/2 tspહળદર
  20. 1 tspગરમ મસાલો
  21. 1/4 tspસંચર પાઉડર
  22. 2-3 tbspઆંબલી નો પલ્પ
  23. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઇમાં તલ,વરીયાળી,સૂકા ધાણાને શેકી લેવા. તેને અલગ કાઢી તે જ કડાઇમાં મરી,તજ,લવિંગ ને પણ સરસ શેકી લેવા.તે જ રીતે શીંગદાણા શેકી લેવા. બધું ઠંડું થવા દેવું.

  2. 2

    એક બાઉલમાં મેંદો લઇ તેમાં ઘી અને મીઠું નાખી કઠણ મુલાયમ લોટ બાંધવો. લોટ ઢીલો ના બંધાય તેનું ધ્યાન રાખવું. 1 ચમચી મેંદો અલગ કાઢી તેની સ્લરી કે લઇ બનાવવી. લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપવો. પછી તેના નાની પૂરી બને તેવા 25-30 લૂઆ કરી લેવા.

  3. 3

    એક મિક્સર જારમાં મરી,તજ,લવિંગને ઝીણા પીસવા. તેમાં તલ,વરિયાળી,ધાણા નાખી ફરી પીસવું.

  4. 4

    પછી તેમાં જ શીંગદાણા,ખાંડ,મીઠું,લાલ મરચું,હળદર,ધાણાજીરુ,સંચળ પાઉડર,ગરમ મસાલો નાખી છેલ્લી વાર પીસી લેવું. સરસ ઝીણો ભૂકો કરવો. આ પાઉડર ને એક બાઉલમાં કાઢી લેવો.

  5. 5

    હવે તે જ મિક્સર જારમાં સેવ અને ગાંઠીયા ને ઝીણા અધકચરા રહે તેવા પીસી લેવા. અને તેને પીસેલા મસાલામાં ઉમેરી દેવા.

  6. 6

    એક કઢાઇમાં1 ચમચી તેલ ગરમ કરી તેમાં ચપટી હીંગ નાખી 2 ટેબલ સ્પૂન જેટલો આમલીનો પલ્પ ઉમેરવો. હલાવી ગેસ બંધ કરી બનાવેલો મસાલો તેમાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવો. ઘુઘરાનો મસાલો તૈયાર છે.

  7. 7

    એક લૂઓ લઇ પાતળી પૂરી વણી કાંટાથી પ્રીક કરવી. અડધા ભાગમાં 1 ચમચી જેટલો મસાલો મૂકી કિનારી પર થોડીક સ્લરી લગાવી પૂરી બંધ કરવી. અને કિનારી પર કાંગરી કરી લેવી. જેથી ઘુઘરો સીલ થાય અને સરસ ડિઝાઇન બને. બધા ઘુઘરા આ રીતે તૈયાર કરી લેવા.

  8. 8

    તેલ ગરમ મૂકી બિલકુલ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. તીખા ઘુઘરા તૈયાર છે. 8-10 દિવસ સુધી સારી રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes